ફિલ્મી દુનિયા

ઈશા દેઓલના લગ્નમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો ધર્મેન્દ્ર, ઈશાએ શેર કર્યો વિડીયો, તમે પણ જુઓ

અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો તેના લગ્નનો છે અને તેમાં વિદાયનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે. જેની અંદર ઈશા દુલ્હનના જોડામાં દેખાઈ રહી છે. આ વીડિયોમાં તેનો પતિ ભરત તખ્તાની, ઈશાના પિતા ધર્મેન્દ્ર અને મા હેમા માલિની સાથે નાની બહેન અહાના પણ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on

હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપ્પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અને ચાહકો આ વિડીયો જોઈને ભાવુક પણ થઇ રહ્યા છે. કારણ કે આ વીડિયોની અંદર ઈશાને વિદાય આપતા અભિએન્ટ ધર્મેન્દ્ર ધ્રુસકે ધ્રુસકે રડી રહેલા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on

આ વીડિયોમાં ઘણા ઈમોશન જોવા મળી રહ્યા છે. ઈશા આંખોમાં આંસુઓ સાથે ઉભી છે. અને વિદાય લેતા વખતે તેના પિતા ધર્મેન્દ્રને તે ગળે લગાવે છે. અને પછી બંને ખુબ જ રડવા લાગે છે. ત્યારબાદ ઈશા તેની મા હેમા માલિનીને પણ ગળે લગાવે છે અને પછી એ બંને પણ ખુબ રડે છે. તેની બહેન પણ તેની સાથે જ રડે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on

થોડીવાર બાદ વાતવરણ થોડું હળવું બને છે અને આખો પરિવાર ઈશાને હસતા હસતા વિદાય આપી રહ્યો છે. આ વિડીયો શેર કરતા ઈશાએ જણાવ્યું હતું કે તે જયારે પણ આ વિડીયો જુએ છે ત્યારે તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગી જાય છે. જો કે તે બહુ જ ઓછું રડે છે પરંતુ આ વિડીયો તેને રડવા માટે મજબુર કરી દે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.