જીવનશૈલી મનોરંજન

ધરમ-હેમાની દિકરી ઈશા દેઓલ કરોડપતિ પતિ સાથે જુહુના આલીશાન બંગલામાં રહે છે, જુઓ PHOTOS

બોલીવુડની ડ્રિમ ગર્લ હેમા માલિની અને ધર્મેન્દ્રની લાડલી અને મોટી દીકરી ઈશા દેઓલએ હાલમાં જ તેનો 39મોં જન્મદિવસ મનાવ્યો હતો. હાલ તો ઈશા ફિલ્મોથી દૂર છે અને પરિવાર સાથે સમય વિતાવી રહી છે. આજકાલ ઈશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઈશા તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

Image source

ઈશા પણ તેની માતાની જેમ જ ટ્રેડ ક્લાસિકલ ડાન્સર છે. ઈશાએ ઓડિસી ડાન્સ શીખ્યું છે. ઈશા તેની માતા હેમા માલિની અને બહેન અહાના સાથે સ્ટેજ પરફોર્મન્સ આપતી રહે છે.
ઈશા દેઓલ હવે તો લેખિકા બની ગઈ છે. હાલમાં જ ઈશાએ તેની લેખિકા તરીકેની પહેલી નોવેલ ‘અમ્મા મિયાં’ લખી છે. આ બુકને ઈશાએ નવી બનેલી મમ્મીઓને પૅરેંટિગ ટિપ્સ આપવાની કોશિશ કરી છે.

Image source

ઈશા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. વર્ષ 2002માં ઈશાએ ફિલ્મ ‘ કોઈ મેરે દિલ સે પૂછે’થી ફિલ્મોની દુનિયામાં ડેબ્યુ કર્યું છે. પરંતુ ધર્મેન્દ્ર ઈશાના બોલીવુડ ડેબ્યુથી વિરુદ્ધમાં હતા. પરંતુ દીકરીની જીદ્દ આગળ તેને ઝુકવુ પડ્યું હતું. ઈશાએ ના તુમ જાનો ના હમ, ક્યાં દિલ ને કહા, કુછ તો હૈ, ચુરા લિયા હૈ તુમને, એલઓસી: કારગિલ, યુવા અને ધૂમ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. પરંતુ ઈશા તેની માતા અને પિતા જેવી સફળતા મેળવી શકી ના હતી.

Image source

ઈશા દેઓલ છેલ્લે 2015માં તેલુગુ ફિલ્મ માંજામાં જોવા મળી હતી. ઈશાની છેલ્લી ફિલ્મ ‘ટેલ મી ઔ ખુદા’ તેની લાસ્ટ હિન્દી ફિલ્મ હતી. આ ફિલ્મમાં ઈશાએ પિતા ધર્મેન્દ્ર સાથે સ્ક્રીન શેર કરી હતી.ઈશા હાલ સુખી લગ્ન જીવન ગાળી રહી છે. હાલ તો તે 2 દીકરીઓની માતા બની ચુકી છે. 2012 માં ઇશાએ કરોડપતિ ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. ભરત અને ઇશાના લગ્ન મુંબઇના જુહુ સ્થિત ઇસ્કોન મંદિરમાં થયા હતા.

Image source

ઈશા પર ભરતને ચાઈલ્ડ ક્રશ હતો. ઈશા બૉલીવુડ એક્ટ્રેસ બની ગયા બાદ ભરતને ડર લાગતો હતો કે ઈશા તેનું મેરેજનું પ્રપોઝલ નહીં સ્વીકારે તો. પરંતુ જયારે ભરતે લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે ઈશા તેના પ્રપોઝલને ઠુકરાવી શકી ના હતી.ધર્મેન્દ્ર અને હેમાએ તેની લાડલીના લગ્ન ઘણા ધામધૂમથી કર્યા હતા.

Image source

હેમા માલિનીના બંગલાની નજીક જુહુંમાં જ ઇશા અને ભરતનું ઘર આવેલું છે. ઇશા અને ભરત અહીં આખા પરિવાર સાથે રહે છે. ઈશા અને ભરતને બે પુત્રી છે. મોટી પુત્રીનું નામ ‘રાધ્યા’ અને બીજી પુત્રીનું નામ ‘મીરાયા’ છે. રાધ્યા ત્રણ વર્ષની છે, જ્યારે મીરાયા હજી દોઢ વર્ષની છે. ઇશા અને ભરતનું ઘર અંદરથી સુંદર લાગે છે. ઘરની રોયલ લુક સ્ટાઈલમાં સજાવટ કરી છે.

વિવિધ લેમ્પ શેડ્સ, વૂડ શોકેસ અને મોંઘા શોપીસ ઈશાના રૂમને ભવ્ય લુક આપે છે.ઈશાના ઘરમાં વ્હાઇટ ટાઇલ્સ ફ્લોરીગ છે તો દરવાજા અને બારીઓ પર કાળો ક્લર છે.

Image source

ઈશાના ઘરનો આ હિસ્સો સૌથી ખાસ છે. આ દીવાલ પર તેને પરિવાર સાથે બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર લગાવી છે.ઈશાએ દીકરીઓને રૂમને ડ્રિમ લુક આપ્યો છે. દીકરીઓ માટે કસ્ટમાઇઝ ચાદર, તકિયા, કંબલ પણ રાખ્યા છે. જેના પર તેના નામ છાપ્યા છે.ઇશાનું રસોડું પણ ઘણું શાનદાર છે. ઈશાને જમવાનું બનાવવાનો શોખ છે. તેથી તે રસોડામાં અલગ-અલગ અનુભવ કરે છે.

Image source

ઈશાના ઘરની છત પર ટેરેસ ગાર્ડન પણ બનાવ્યું છે. ઈશા ગાર્ડનિંગનો શોખ પણ રાખે છે. ઘરના છોડની પણ દેખભાળ કરવી બેહદ પસંદ છે.ટેરેસ ગાર્ડનમાં પતિ ભરત સાથે સમય વીતાવવાનું બેહદ પસંદ છે.