મનોરંજન

હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ એશા દેઓલ, પતિ ભરત અને નવજાત દીકરી સાથે આપ્યા પોઝ

બીજીવાર માતા બનેલી બોલિવૂડની અભિનેત્રી એશા દેઓલને હોસ્પિટલથી રજા મળી ગઈ છે. એશા દેઓલે 10 જૂનના રોજ એક દીકરીને જન્મ આપ્યો છે. ત્યારે ગુરુવારના રોજ બપોરે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઈશા દેઓલ તેમને પતિ ભરત તખ્તાની અને તેમની નાની બાળકી મિરાયા સાથે હોસ્પિટલની બહાર પોઝ આપતા જોવા મળ્યા. આ દરમ્યાન એશાએ મોટી દીકરી રાઘ્યાને ગોદમાં લીધેલી હતી. જયારે ભરત નાની દીકરી મિરાયાને ઉંચકીને જોવા મળ્યા. મિરાયાના જન્મની જાણકારી તેમને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

બીજી દીકરીના જન્મ પર એશાએ કહ્યું હતું કે ‘હું અને ભરત ખૂબ જ ખુશ છીએ. અમને ખુશી છે કે અમારા પરિવારમાં બીજી દીકરી આવી છે. ભરત લકી છે કે તેમની આસપાસ હવે ત્રણ મહિલાઓ હશે.’ જણાવી દઈએ કે એશાની મોટી દીકરી રાઘ્યાનો જન્મ 2 વર્ષ પહેલા થયો હતો. ત્યારે બીજીવાર પિતા બનવાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘હું ખૂબ જ ખુશ છું. મિરાયા એશા જેવી અને રાઘ્યા મારા જેવી દેખાય છે.’

એશાની બંને દીકરીઓના નામ ખૂબ જ ખાસ છે, અને ભગવાન કૃષ્ણ સાથેના કનેક્શન છે. એશાએ જણાવ્યું હતું કે ‘જયારે ભગવાન કૃષ્ણ રાધાની પૂજા કરે છે તો એને રાઘ્યા કહેવાય છે. જયારે મિરાયાનો અર્થ હોય છે ભગવાન કૃષ્ણની એક ભક્ત મીરા, બંને દીકરીઓના નામ મળતા આવે છે અને સાંભળવામાં સારા લાગે છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks