
બૉલીવુડ કપલ હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી દીકરી ઈશા દેઓલ બીજી વાર માં બની છે.ઈશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાનીના ઘરે ક્યૂટ દીકરીનો જન્મ થયો છે.ઈશાએ આ ખુશ ખબર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફૈન્સ સાથે શેયર કરી છે. તસ્વીરને શેયર કરતા ઈશાએ પોતાની દીકરીના નામનો પણ ખુલાસો કર્યો છે.

ઈશા દેઓલે સૌથી પહેલા જાન્યુઆરી મહિનામાં બીજી વાર ગર્ભવતી બનવાની ખબર સોશિયલ મીડિયા દ્વારા શેયર કરી હતી.ઈશા દેઓલના ઘરમાં તેની મોટી દીકરી ‘રાધ્યા’ પછી એક અન્ય નાની પરીનો જન્મ 10 જૂન 2019 ના રોજ થયો છે.
બીજી વાર ગર્ભાવસ્થાની જાણ કરતા ઈશાએ પોતાની મોટી દીકરી રાધ્યાની તસ્વીર શેયર કરી હતી અને કૈપ્શનમા લખ્યું હતું હતું કે,”મારુ પ્રમોશન થઇ રહ્યું છે,હું મોટી બહેન બનવા જઈ રહી છું”.ઈશા અને ભરત તખ્તાનીએ વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા લગ્ન પછી 5 વર્ષ પછી 20 ઓક્ટોબર 2017 ના રોજ ઈશાએ મોટી દીકરી રાધ્યાને જન્મ આપ્યો હતો.

પોસ્ટ દ્વારા ઈશાએ પોતાના ફૈન્સને તેની દુવાઓ માટે આભાર વ્યક્ત કર્યો છે.તેમણે તસ્વીર પોસ્ટ કરીને કૈપ્શનમા લખ્યું કે,”દરેકનો ખુબ ખુબ આભાર તમારા પ્રેમ અને દુવાઓ માટે”. આ સિવાય પોસ્ટ દ્વારા ઈશાએ પોતાની નાની દીકરીના નામનો પણ ખુલાસો કર્યો છે.
View this post on Instagram
ઈશા અને ભરત તખ્તાનીએ પોતાની નાની દીકરીનું નામ ‘મિરાયા તખ્તાની’ રાખ્યું છે.ઈશા દેઓલે પોસ્ટ દ્વારા પોતાંની દીકરીના જન્મની તસ્વીર શેયર કરતા લખ્યું કે,” બેબી ગર્લ મિરાયા તખ્તાની એ 10 જૂન 2019 ના રોજ જન્મ લીધો છે,ભગવાનનો આભાર”.ઈશા મોટા ભાગે પોતાની અને મોટી દીકરી રાધ્યાની તસવીરો પોતાના એકાઉન્ટ પર શેયર કરતી રહે છે.
હાલમાં જ ઈશા દેઓલ શોર્ટ ફિલ્મ ‘કેક વૉક’માં નજરમાં આવી હતી.ઈશા દેઓલે પોતાના ફિલ્મી કેરિયેરમાં નો એન્ટ્રી,યુવા,ધૂમ,કાલ,દસ,ક્યાં દિલ ને કહા,શાદી નંબર-1 વગેરે જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.ઈશા દેઓલ ‘રોડીજ X2’ માં ગેન્ગ લીડર પણ રહી ચુકી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks