આચાર્ય ચાણક્યના મતે આ 5 જગ્યાએથી તાત્કાલિક ભાગી જવુ, નહીં તો જીવ મુકાશે જોખમમાં

માણસના જીવનમાં ડગલેને પગલે સમસ્યાઓ આવતી રહે છે પરંતુ જો કોઈ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન શાંત મને યોગ્ય નિર્ણય લે તો તેમાથી બહાર આવી શકે છે. આવી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચાણક્ય ઋષિએ ઘણી મહત્વની વાત કરી છે. તેમણે કેટલીક પરિસ્થિતિઓ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમારે તાત્કાલિક ત્યાંથી નિકળી જવુ જોઈએ. તો ચાલો જાણીએ કઈ પરિસ્થિતિમાં તમારે કેવે નિર્ણય લેવો જોઈએ.

આ જગ્યાઓ પર ક્યારેય ન રોકાવ

1. જે જગ્યાએ ગુનેગારોનું સન્માન થતુ હોય તે જગ્યાએ ક્યારેય ન રોકાવ, આવુ કરવાથી ભવિષ્યમાં તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે.

2. આ ઉપરાંત કોઈ જગ્યાએ લડાઈ કે દંગા થયા હોય તો તેવી જગ્યાએ પણ ક્યારેય ઉભા ન રેહવુ અને તાત્કાલિક ત્યાંથી નિકળી જવુ. આવી જગ્યાએ રોકવાથી જીવને જોખમ રહે છે ઉપરાંત કેસકબાડામાં પણ ફસાવાનો ભય રહે છે.

3. જે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હોય, જીવવા માટે ખાવાની પીવાની અછત સર્જાઈ હોય, તેવી જગ્યાએથી તાત્કાલિક બહાર નિકળી જવુ જ શ્રેષ્ઠ છે. આવી જગ્યાએ વધુ સમય પસાર કરવો મોતને નોતરુ આપવા બરાબર છે.

4. જે સ્થાન પર અસામાજિક તત્વોનો અડ્ડો હોય અને ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય તે જગ્યાએ પણ ન રહેવુ જોઈએ. આવી જગ્યાએ રહેવાથી માન-સન્માનની સાથે સાથે જાનને પણ જોખમ રહે છે.

5. જો દુશ્મન અચાનક હુમલો કરી દે તો સમજદારી એ જ છે કે તમે ત્યાંથી તમારો જીવ બચાવીને ભાગી જાવ. જો તમે જીવતા હશો તો યોગ્ય સમયે દુશ્મન સામે બદલો લઈ શકો છો. તેથી વિરોધીઓના હુમલા સમયે પહેલા તમારો જીવ બચાવવો યોગ્ય છે.

YC