ખબર

આ આલીશાન અને જાહોજલાલીવાળા ઘરમાં રહે છે ‘કસોટી જિંદગી કી-2’ ની પ્રેરણા, જુઓ અંદરની તસ્વીરો

ટીવી સીરિયલ`કસોટી જીંદગી 2′ ફેમ પ્રેરણા એટલે કે એરિકા ફર્નાડિસ લોકડાઉનના દિવસોમાં પોતાના ઘરે સુંદર સમય પસાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટેસ ખૂબ જ એક્ટિવ હોય છે અને પોતાની ઘણી ફોટો પણ શેર કર્યા છે.

એરિકાએ શેર કરેલા ફોટોમાં તેનું ઘર ખૂબ જ સુંદર દેખાઇ રહ્યું છે. એરિકાએ પોતાના ઘરે ખૂબ જ સુંદર રીતે સજાવ્યું હતું. બેડરુમથી લઇને લિવિંગ એરિયા પણ જોવા જેવો છે. તો આવો જોઇએ એરિકા ફર્નાડિસના ઘરના ફોટો બતાવીએ.

એક ફોટોમાં એરિકા બેડરુમમાં બેસીને ટીવી જોતી જોવા મળે છે. એક્ટ્રેસનું બેડરુમ પણ ખૂબ જ શાનદાર છે. આ બેડરૂમમાં તેનો ડ્રેસિંગ એરિયા જોવા મળે છે. જેને તમે જોઇ શકો છો.

એરિકા એક ફોટોમાં પોતાના લિવિંગ એરિકામાં બેઠેલી જોવા મળી રહી છે. એરિકાએ પોતાના ઘરને પોતાની પસંદ અનુસાર સજાવેલ છે. એરિકાએ ઘરમાં અનેક સોફા રાખ્યા છે.

એરિકાના સાથે તેના ઘરમાં એક ડોગી પણ છે. તે ડોગનું ખુબ જ ધ્યાન રાખે છે. એરિકાના ડોગીનો પણ અલગ રુમ છે. જ્યાં તે ખૂબ જ મસ્તી કરે છે. જ્યાં તે ખૂબ જ મસ્તી કરે છે. એરિકા એક ફોટોમાં પોતાના ડોગીને નવળાવતી જોવા મળે છે.

એરિકા પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કર્યું છે. એરિકાએ દરેક દિવાલ પર અલગ અલગ પેઇન્ટિંગ કરાવેલી છે. લોકડાઉનના સમયે એરિકા ઘરે જાતે જમવાનું બનાવતા શીખી રહી છે. સોશિયલ મીડિયા પર તેણે ફોટો પણ શેર કર્યો છે.

એરિકાના ઘરના ઘરમાં સૌથી સુંદર બાલ્કની છે. એરિકા પોતાનો સૌથી વધુ સમય બાલ્કનીમાં જ પસાર કરે છે. અહીં તે સવાર સાંજ વર્કઆઉટ અને સાંજની ચાની મજા લે છે. એટલું જ નહીં એરિકા અહીં પેઇન્ટિંગ પણ કરે છે.

ટીવી સ્ક્રિન પર રીલ લાઇફમાં દરેક વખતે ટ્રેડિશનલ કપડામાં જોવા મળતી એરિકા રિયલ લાઇફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે. ઉલ્લેખનીય છે કે, એરિકાને પોતાની ઓળખ તેની પહેલી સીરિયલ `કુછ રંગ પ્યાર કે એસે ભી’માં ડોક્ટર સોનાક્ષી બોસ દીક્ષિતનું પાત્ર નિભાવીને મળી છે.

મોડલિંગથી કરિયરની શરુઆત કરનાર એરિકાને સાઉથની કન્નડ, તમિલ અને તેલગૂ ભાષાઓમાં ફિલ્મ કરવાનો લહાવો મળી ચુક્યો છે. આજકાલ એરિકા ફર્નાડિસ એકતા કપૂરની સીરિયલ `કસોટી જીંદગી 2′ માં પ્રેરણાની ભૂમિકાને લઇને ચર્ચામાં છે.

એવું લાગી રહ્યું છે કે માલદીવ બોલિવૂડ અને ટેલિવિઝનના સ્ટાર્સ માટે વેકેશનની ફેવરિટ લોકેશન બની ગયું છે. અવારનવાર બોલિવૂડ સેલેબ્સ અહીં વેકેશન મનાવવા આવી રહયા છે ત્યારે

ટેલિવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ પણ માલદીવમાં વેકેશન ગાળી રહી હતી. વાત એમ છે કે કસોટી જિંદગી કીની પ્રેરણા એરિકા ફર્નાન્ડિઝ અનુરાગ એટલે કે પાર્થ સમથાન અહીં વેકેશન મનાવ્યું હતું.

ટેલિવિઝનની દુનિયાનું ફેવરિટ કપલ એરિકા અને પાર્થ માલદીવમાં રજાઓ ગાળી હતી ત્યારે તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમને આ વેકેશનની કેટલીક તસ્વીરો શેર કરી છે જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવી રહી છે.

એરિકા ફર્નાન્ડિઝે પોતાની આ વેકેશનની તસ્વીરો શેર કરી હતી. આ ફોટોઝમાં એરિકા લાલ દેખાઈ રહી છે. આ તસ્વીરોમાં તે ખૂબ જ કમાલ દેખાઈ રહી છે. તેને પાણીની અંદર ખૂબ જ જોરદાર પોઝ આપ્યા છે,

જેને જોઈને કોઈના પણ શ્વાસ અટકી જાય. લાલ એરિકા ફર્નાન્ડિઝ કોઈ જલપરીથી કમ નથી લાગતી. એરિકાએ પાણીની અંદર સેલ્ફી પણ ક્લિક કરી છે. આ વેકેશન દરમ્યાન બંને ખૂબ જ એન્જોય કરી રહયા છે. આ બંને સ્ટારના ચાહકોએ માલદીવમાં પણ તેમને ઘેરી લીધા હતા, જે સમયની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.