ખબર

ભારતને વારંવાર ચેતવણી આપીને ડરાવનાર WHO એ આખરે જોખમને લઈને પોઝિટિવ ન્યુઝ આપી તો પણ…

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે ભારતમાં પણ દિવસે દીવે કેસ વધી રહ્યા છે તે છતાં પણ ભારતમાં બીજા દેશો કરતા સંક્રમણની સંખ્યા ઘણી જ ઓછી છે. વિશ્વ સવાસ્થ્ય સંગઠન WHO દ્વારા પણ ભારતના પ્રયાસોની પ્રસંશા કરી છે. તેમ છતાં પણ WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઝડપથી સંક્ર્મણ નથી ફેલાઈ રહ્યું છતાં પણ ભારતમાં જોખમ રહેલું છે માટે સતર્ક રહેવાની જરૂર છે.

Image Source

ડબ્લ્યુએચઓના કાર્યકારી નિર્દેશક ડો. માઈક રિયાને શુક્રવારે કહ્યું હતું કે ભારતમાં કોરોનાના કેસ ત્રણ અઠવાડિયા દરમિયાન ડબલ થઇ રહ્યા છે, અને મામલાઓ સતત વધી રહ્યા છે. ભારતમાં જ નહિ પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના ગીચ આબાદી વાળા દેશોમાં હજુ મહામારીની સ્થિતિ વિસ્ફોટક નથી થઇ. પરંતુ આવું થવાનું જોખમ બનેલું છે. રિયાન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે સામુદાયિક સ્તર ઉપર સંક્ર્મણ શરૂ થઇ ગયું તો તે ખુબ જ ઝડપથી ફેલાઈ શકે છે.

Image Source

રિયાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભરમાં લોકોની આવજાહી શરૂ થઇ ગઈ છે, એવામાં સંક્ર્મણ વધવાનો ખતરો બનેલો છે. પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધારે થવી, શહેરી વિસ્તારોમાં ભીડભાડ અને ઘણા લોકો પાસે દરેક દિવસે કામ પાર જવા ઉપરાંત કોઈ બીજો વિકલ્પ પણ નથી એવા મુદ્દા છે.

Image Source

ડબ્લ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વમીનાથન દ્વારા કૈંગવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાના જેટલા મામલા છે તે 130 કરોડની આબાદીના હિસાબથી ખુબ વધારે નથી.  પરંતુ સંક્ર્મણ વધવાના દર અને મામલાના ડબલ થવાની ગતિ પર નજર રાખવી મુખ્ય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.