જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને કર્મફળદાતા કહેવામાં આવે છે. શનિ દરેકને પોતાના કર્મોના આધારે જ ફળ આપે છે. આગળના મહીંને શનિ પોતાની સ્વરાશિ મકરમાં આવી ચુક્યા છે, એવામાં શનિના આ રાશિમાં રહેવાને લીધે આ પાંચ રાશિઓને નોકરી અને ધન સાથે જોડાયેલી બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તેમ છે.

1. મેષ રાશિ:
શનિના મકર રાશિમાં આવવાને લીધે આ રાશિના લોકો મહેનતી બનશે, જેની સાથે તમારું સંઘર્ષ પણ વધી જશે. આ સિવાય શનિના વક્રી થવાને લીધે તમારા માટે સમય શુભ નહીં રહે. તમારા કામમાં અડચણો આવી શકે છે. જે લાભની તમે આશા રાખીને બેઠા છો તે પણ સમયાંતરે નહિ મળી શકે.
2. વૃષભ રાશિ:
કાર્ય-સ્થળમાં વધુ મહેનત કર્યા પછી પણ લાભ થવાના મૌકા ઓછા જોવા મળશે. ધીરજથી કામ કરશો તો ખુબ સારું રહેશે. પ્રમોશન વિશે વિચારી રહ્યા છો તો શનિનું ગોચર તમને વધારે રાહ જોવડાવી શકે તેમ છે. નવી નોકરી માટે વર્ષની શરૂઆત જ સારી રહેશે વર્ષના મધ્યમાં આવીને કામમાં કોઈ બદલાવ ન કરો.

3. મિથુન રાશિ:
આ રાશિના લોકોને નોકરી કે વેપારમાં અડચણો આવી શકે છે જેનાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તેમ છે. શનિની ઢૈય્યાનો પ્રભાવ તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. પૈસાની બાબતમાં સાવધાની રાખો. તમે વિદેશ યાત્રા કરી શકો છો.
4.કર્ક રાશિ:
આળસને તમારા પર હાવી ન થવા દો. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેઓના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય રહેશે. નોકરીમાં પ્રમોશન અને સ્થાન પરિવર્તનના યોગ પણ બની રહ્યા છે.

5. સિંહ રાશિ:
આ રાશિના લોકોને ઠીક ઠાક અસર જોવા મળશે. નોકરિયાત લોકોને વધારે મહેનત કરવાની જરૂર રહેશે. પ્રમોશન મળશે પણ ખોટી ઉતાવળ કરવાથી બચો. વ્યાપારી લોકો માટે સારો સમય મૈં મહિના પછી બની રહ્યો છે.
6. કન્યા રાશિ:
વ્યાપારને લઈને આ વર્ષે અમુક ભ્રમ રહેશે અને નવા કામ માટે પણ થોડી મૂંઝવણ રહેશે. કર્મચારીઓની મતભેદ પણ થઇ શકે છે. કોઈ પહેલાનું અટકેલું સરકારી કામ પણ આ વર્ષે પૂરું થઇ જશે.

7. તુલા રાશિ:
કાર્યક્ષેત્રમાં નવા અવસરો મળી શકે છે. આ અવસર કોઈ વિદેશી પ્રોજેક્ટ સાથે જોડાયેલો પણ હોઈ શકે છે. નોકરીયાત લોકોને થોડી ઉથલ પુથલ આવી શકે છે.
8. વૃશ્ચિક રાશિ:
નોકરી માટે સારો સંકેત છે. સરકારી નોકરીની લાલચ કરનારાઓ માટે આ સારો સમય રહેશે. પ્રાઇવેટ નોકરી કરનારાઓ માટે તરક્કીના યોગ બની રહ્યા છે. બિઝનેસના આધારે આ રાશિના લોકો માટે વર્ષ નફો આપનારું રહેશે. કોઈ નવા બિઝનેસ પ્લાનમાં સફળતા મળશે.

9. ધનુ રાશિ:
શનિનું મકર રાશિમાં ગોચર થવાથી આ રાશિ પર સકારાત્મક અસર દેખાશે. પહેલાની તુલનામાં નોકરીમાં વધારે પ્રસ્તાવ દેખાશે. પણ સાચો વિકલ્પ પસંદ કરવો જ સમજદારી રહેશે. કાર્યક્ષેત્રમાં સંતુલન બનાવીને રાખો.
10. મકર રાશિ:
શનિની સાઢેસાતીનું બીજું ચરણ શરૂ થવાથી માનસિક સમસ્યા આવી શકે છે. ખુબ મહેનત કરવાની રહેશે, ત્યારે જ સફળતા મળશે. ખર્ચામાં વધારો થઇ શકે છે. પરિવારમાં વાદ-વિવાદ થઇ શકે છે, ધીરજ બનાવી રાખો. ઉતાવળમાં કોઈ કામ ન કરો.

11. કુંભ રાશિ:
કુંભ રાશિના લોકો પર શનિની સાઢેસાતીથી સમસ્યાઓ વધી શકે તેમ છે. આ લોકોએ વધારે સાવધાની રાખવાની જરુર રહેશે. નોકરિયાત લોકો સાવધાનીપૂર્વક કામ કરો.

12. મીન રાશિ:
વ્યાપારમાં સારા અવસરો પ્રાપ્ત થશે અને લાભની સ્થિતિ બની રહેશે. નોકરિયાત જાતકો માટે શુભ સંકેતો આવશે. ઘણા ક્ષેત્રોમાં આગળ વધવાના ઘણા અવસરો મળશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ