અત્યાર સુધી તમે સત્યનારાયણની કથા સંસ્કૃત, ગુજરાતી અને હિન્દીમાં સાંભળી હશે, પરંતુ અંગ્રેજીમાં સત્યનારાયણની કથાનો વીડિયો વાયરલ થતા જ લોકો હેરાન રહી ગયા, જુઓ

ભારત દેશ એક ધાર્મિક દેશ છે અને અહીંયા મોટાભગના લોકો ધર્મમાં માને છે. લોકો દેવી દેવતાઓની પૂજા કરવા માટે મંદિરમાં જતા હોય છે અને ઘરમાં પણ ઘણીવાર પૂજા વિધિના આયોજનો કરતા હોય છે. આપણા ઘરે પણ ઘણીવાર આવી પૂજા વિધિનું વાર તહેવારે આયોજન થતા જોયું હશે. વળી હાલ શ્રાવણ મહિનો ચાલુ હોવાના કારણે ઠેર ઠેર સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો ભક્તિભાવથી જોડાય છે.

અત્યાર સુધી તમારા ઘરે થતી કથા તમે સંસ્કૃત અને ગુજરાતીમાં સાંભળી હશે, તો ઘણી જગ્યાએ હિન્દીમાં પણ કથા સાંભળવા મળે છે. પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહારાજ અંગ્રેજીમાં સત્યનારાયણની કથા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈને યુઝર્સ પણ હેરાનીમાં મુકાઈ ગયા છે અને સત્યનારાયણની કથા અંગ્રેજીમાં પહેલીવાર સાંભળી હોવાનું પણ જણાવી રહ્યા છે.

વીડિયોમાં પંડિતજી અંગ્રેજીમાં કથા સંભળાવતા જોવા મળે છે. પરિવારના સભ્યો ત્યાં બેસી કથા સાંભળી રહ્યા છે જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. વીડિયોમાં દેખાતી પૂજા સામગ્રીને જે રીતે રજૂ કરવામાં આવી છે તે દક્ષિણ ભારતીય સંસ્કૃતિની હોવાનું જણાય છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં અંગ્રેજી બોલાય છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દક્ષિણ ભારતમાં સ્થિત ઘરનો છે.

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર હજારો વખત જોવામાં આવ્યો છે અને ઘણી કોમેન્ટ્સ પણ મળી છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, ‘ચાલો, હિંદુ ધર્મનું જ્ઞાન હવે અંગ્રેજોને પણ મળવાનું છે.’ ત્યાં અન્ય એક યુઝરે લખ્યું કે ભારત પ્રગતિમાં છે. સાથે જ કેટલાક લોકોએ તેને ક્રાંતિકારી પણ ગણાવી છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે ‘ભટજી હવે અપગ્રેડ થઈ ગયા છે’.

Niraj Patel