અજબગજબ

અરે બાપ રે…. આ દેશના ઈજનેરોએ 7600 ટનની બિલ્ડીંગ ઉઠાવી એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખી લીધી

આજના આધુનિક જમાનામાં કશું જ જાણે અશક્ય નથી લાગતું, એ વાત તમે ચીનમાં બનેલી આ ઘટના જોઈને જ માની જશો. ચીનના શંઘાઈ શહેરમાં ઈજનેરોએ 7600 ટનની એક વિશાળકાય બિલ્ડિંગને તેની જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ લઇ જવામાં સફળતા મેળવી છે.

Image Source

તેમને 1935માં બનેલી શંઘાઈના લાગેના પ્રાથમિક વિદ્યાલયની પાંચ માળની ઇમારતને ઉઠાવી અને તકનીકીનો ઉપયોગ કરીને થોડી દૂર લઇ ગયા. સ્થાનીય પ્રશાસનના જણાવ્યા પ્રમાણે આ ઇમારતની પાસે એક નવા પ્રોજેક્ટનું કામ શરૂ થાવનું છે અને તેના કારણે જગ્યા ઓછી પાડવાના કારણે આ બિલ્ડિંગને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Image Source

ચીનના ઇજનેરો પાસે આ ઇમારતને તોડી પાડવાનો પણ એક વિકલ્પ હતો છતાં પણ તેમને આ ઐતિહાસિક ઇમારતને તેની જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. ચીનના સરકારી મીડિયા અનુસાર ઈજનેરોની એક ટીમે તકનીકી મદદથી બિલ્ડિંગને ઉઠાવી અને 198 રોબોટિક પગથી તેને થોડે દૂર લઇ જવામાં આવી.

Image Source

સ્થાનીય મીડિયા પ્રમાણે કોન્ક્રીટથી બનેલી આ હજારો ટનની ઇમારતને તેની મૂળ જગ્યાએથી 62 મીટર સુધી ખસેડવામાં આવી છે. આ કામ પૂર્ણ કરવામાં 18 દિવસનો સમય લાગી ગયો. 15 ઓક્ટોબરે આ બિલ્ડિંગને શિફ્ટ કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું.

Image Source

સામાન્ય રીતે ઇમારતને બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટે રેલ અથવા ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ચીનના ઈજનેરોએ રોબોટિક લેગ્સનો ઉપયોગ કર્યો. જેના નીચે પૈડાં લાગેલા હતા. આ પહેલા પણ શંઘાઈના ઈજનેરોએ 2017માં 135 વર્ષ પહેલા બનેલા લગભગ 2 હજાર ટન વાળા ઐતિહાસિક બુદ્ધ મંદિરને પણ 30 મીટર સુધી ખસેડ્યું હતું.