Video: ગણિતનો આ કોયડો ઉકેલવામાં એન્જિનિયરો પણ માથું ખંજવાળવા લાગ્યા, તમારી પાસે છે જવાબ

સોશિયલ મીડિયા પર રોજ લાખોની સંખ્યામાં વીડિયો અપલોડ થાય છે. જેમના ઘણા રજૂજી હોય છે તો ઘણા કોઈ ઈન્ફોર્મેટિવ હોય છે. જેને તમે વાવંવાર જોવાનું પસંદ કરો છે. આ ઉપરાંત ઘણા વીડિયોમાં તમને કોઈ ચેલેન્જ પણ આપવામાં આવે છે. આવા ચેસેન્જિંગ વીડિયો પણ હાલમાં ખુબ વાઈરલ થઈ રહ્યા છે. જેને જોઈને લોકોની ઉત્સુકતા ખુબ લધી રહી છે. લોકો તેનો જવાબ આપવા તલપાપડ થતા હોય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આવો જ વીડિયો એક ચેલેન્જ આપી રહ્યો છે. જેણે ઘણા લોકોને હેરાન કરી દીધા છે. આ લોકોમાં એન્જિનિયરોનું જૂથ પણ સામેલ છે. ટિકટોક પર, એક મહિલાએ ઇજનેરોના ગ્રુપને ગણિતની પઝલ આપી અને તેને ઉકેલવા માટે પડકાર આપ્યો. કરીન ગેન્ડીએ તેના મિત્રોને કાગળનો એક ટુકડો આપ્યો જેમાં બે ‘100’ નંબર એક ઉપર એક લખેલા હતા. તેણીએ તેમને કહ્યું, “જો તમે તેને એક લાઇનની સાથે બસો(200)માં ફેરવી શકો છો, તો હું તમને જે જોઈએ તે બધું આપીશ.

થોડીવાર મથામણ કર્યા બાદ બધા, મિત્રો મૂંઝવણમાં દેખાવા લાગ્યા. જો કે, થોડી ક્ષણો બાદ તેઓ પઝલને સોલ્વ કરવાનો પ્રયાસ શરૂ કરે છે. એક લીટી(લાઈન) સાથે? તેમાંથી એક પૂછે છે, જેના જવાબમાં કરીન પુષ્ટિ કરે છે કે તેઓ માત્ર એક લાઇનનો ઉપયોગ કરી શકે છે. એક બીજો મિત્ર ત્યારે બીજો દ્રષ્ટીકોણ પ્રાપ્ત કરવા માટે મજાકમાં પેજને ફેરવી નાખે છે.માટે “બીજો દૃષ્ટિકોણ”.

જોકે શરૂઆતમાં એવું લાગતું હતું કે ગણિતનો આ કોયડો વણઉકેલાયેલો રહેશે, પરંતુ ગ્રુપના એક સભ્ય 100 ના 1 માં એક નાની લાઈન જોડીને Tooમાં ફેરવી નાખે છે. તેથી, પૃષ્ઠ પછી “Too 100” વાંચે છે. પ્રશ્ન ઉકેલાઈ ગયો. લેડબિલના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે ટિકટોક પર શેર થયા બાદ આ પઝલ વાયરલ થઈ રહી છે. વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર તેને 38 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આમ જોવા જઈએ તો આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ ગણિતની પઝલે ઇન્ટરનેટ પર સૌનું ધ્યાન ખેંચ્યું હોય. ગયા વર્ષે, ‘મિસ્ટ્રીઝ ઓફ મિસિંગ પાઉન્ડ્સ’ એ જ રીતે ટિકટોકનું ધ્યાન ખેંચ્યું હતું.

YC