જે માતાએ પોતાનું દૂધ પીવડાવીને મોટો કર્યો એ દીકરાએ જ માતાના પેટમાં છરીના ઘા ઝીંકીને કરી નાખી હત્યા, CCTVમાં ઘટના થઇ કેદ, જુઓ

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ આપણે ઘટતા જોઈ હશે, પરંતુ કહેવાય છે કે માતા અને દીકરા વચ્ચેનો સંબંધ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ છે, ત્યારે હાલમાં આ સંબંધને પણ શર્મસાર કરી નાખે એવી એક ઘટના સામે આવી છે, જેમાં એક દીકરાએ જ રસ્તા વચ્ચે પોતાની માતાને છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે.

આ મામલો સામે આવ્યો છે હરિયાણાના ગુરુગ્રામમાંથી. જ્યાં એક એન્જિનિયર પુત્રએ ઘરેલું ઝઘડામાં પોતાની જ માતાની હત્યા કરી નાખી. મૃતકની ઓળખ 66 વર્ષીય વીણા કુમારી તરીકે થઈ છે. ઘટના બાદ પોલીસે આરોપી પુત્ર મનીષ ભંડારીની ધરપકડ કરી હતી અને IPCની યોગ્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુગ્રામના શિવપુરી વિસ્તારમાંથી સામે આવી છે. આરોપી મનીષ ભંડારી થોડા સમય પહેલા સુધી ટીસીએસમાં નોકરી કરતો હતો પરંતુ લોકડાઉન દરમિયાન તેણે નોકરી ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં તે પોતાની પત્ની અને માતાથી અલગ રહેવા લાગ્યો હતો.

માતા હોવાને કારણે વીણાને લાગતું હતું કે મનીષ ભૂખ્યો ન રહે, તેથી તે દરરોજ તેને ખવડાવવા જતી. મનીષ વર્ષ 2018માં પત્ની અને પુત્રથી અલગ થયા બાદ શિવપુરીમાં અલગ જગ્યાએ રહેવા લાગ્યો હતો. મનીષની માતા રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તે જમ્યા બાદ ઘરની બહાર ગલીમાં ચાલી રહી હતી.

આ દરમિયાન મનીષ આવ્યો અને તેની માતા સાથે વાત કરવા લાગ્યો. આ દરમિયાન તેણે તેની માતા પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસને શંકા છે કે આરોપી માનસિક રીતે બીમાર છે. માતા પર છરીના ઘા માર્યા બાદ મનીષ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રસ્તાની વચ્ચે વીણા ભંડારીના રડવાનો અવાજ સાંભળીને પાડોશીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી.

જ્યાં શુક્રવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સીસીટીવી ચેક કર્યા તો જાણવા મળ્યું કે વીણા પર અન્ય કોઈએ નહીં પણ તેના પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો. જોકે પોલીસે શુક્રવારે આરોપીની ધરપકડ પણ કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ન્યૂ કોલોની પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Niraj Patel