26 વર્ષના આ એન્જીનીયરે નોકરી છોડી, ગાયનું છાણ અને દૂધ વેચવાનું કામ શરૂ કર્યું, આજે કમાઈ રહ્યો છે લાખો રૂપિયા

ઘણા લોકો એવા જોયા છે જે પોતાની નોકરી છોડી અને સ્ટાર્ટઅપ શરૂ કરે છે, વળી કોરોનાના કારણે ઘણા લોકોના નોકરી રોજગાર બંધ થઇ ગયા બાદ તેમને પણ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને જેમાંથી ઘણા લોકો ખુબ જ સફળ પણ થયા છે. ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરી શું જે એન્જીનીયર હોવા છતાં પણ પોતાની નોકરી છોડી અને ગાયનું છાણ અને દૂધ વેચવાના વ્યવસાય સાથે જોડાયો.

ઘણા લોકોને આપણે જોયા છે જે ગાયનું દૂધ અને છાણ વેચીને સારી એવી કમાણી કરતા હોય છે પરંતુ આ એન્જીનીયરે તો ના ફક્ત ગાયનું દૂધ અને છાણ પરંતુ ગાયને નવડાવ્યા બાદ તેનું જે પાણી નીકળે તેને પણ વેચીને પૈસા કમાવવા લાગ્યો. અને આજે તે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

26 વર્ષીય જયગુરુ આચાર હિંદર દક્ષિણ કન્નડ જિલ્લાના મુન્દરુ ગામનો રહેવાસી છે. વિવેકાનંદ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજીથી તેને સિવિલ એન્જીન્યરીંગનો અભ્યાસ કર્યો. પરંતુ એક જ વર્ષની નોકરી બાદ તે પોતાની 9થી 5ની નોકરીથી કંટાળી ગયો હતો. તેને પહેલાથી જ ખેતી પસંદ હતી. ગાયની સાથે પણ તે સમય વિતાવતો હતો. વર્ષ 2019માં એક દિવસ તેને નોકરી છોડવાનો નિર્ણય કરીલીધો  અને પોતાના પિતા સાથે ખેતીના કામમાં લાગી ગયો.

તે જણાવે છે કે, “મેં નક્કી કર્યું કે મારી ડેરીના કામને આગળ વધારીશ.” તેના બાદ તેને પોતાના ડેરી ફાર્મિંગના વ્યવસાયને આગળ વધાર્યો. 130 પ્રાણીઓ સાથે સાથે 10 એકડ જમીન પણ ખરીદી લીધી. તેમાં તે અખરોટની ખેતી કરે છે. આ સાથે સાથે તે ગાયનું છાણ પણ વેચે છે. તેને ઘણા વીડિયો જોયા, પટિયાલા જઈને એક ટ્રેનિંગ પણ લીધી. અને હવે તે દર મહિને 1000 બેગ ગાયનું છાણ વેચે છે. આસપાસના ગામના લોકો તેની પાસેથી આ છાણ ખરીદીને લઇ જાય છે. આ પ્રકરણો ઇનોવેટિવ આઈડિયા વાપરી અને તે આજે મહિને 10 લાખ રૂપિયાની કમાણી કરે છે.

ગાયના છાણ, પેશાબ અને જે પાણીથી ગાયને નવડાવવામાં આવે છે તેનું મિક્સરનો પણ તે ઉપયોગ કરે છે. તેને ભેગા કરીને વેચે છે. દરરોજ તે 7000 લિટરનું એક ટેન્કર ભરીને વેચે છે. જે તેને ખરીદવા માંગે છે તેને તે 8થી 11 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી વેચી દે છે. આને ખેતી અને બગીચા વાળા ખરીદે છે.

Niraj Patel