આ એન્જીનિયર ગાયનું દૂઘ અને ગોબર વેચી કમાવી રહ્યો છે લાખો રૂપિયા, ગાયોને નવડાવ્યા પછીનું પાણી પણ લે છે ઉપયોગમાં

26 વર્ષના એન્જીનિયરે ગાયનું દૂઘ-ગોબર વેચવા માટે છોડી નોકરી, હવે લાખો રૂપિયા કમાવી રહ્યો છે

મોટાભાગના લોકો દૂધ વેચીને અથવા ગાયનું છાણ વેચીને કમાણી કરે છે. પરંતુ એક એન્જીનિયર નોકરી છોડીને આ વ્યવસાયમાં જોડાયો અને તે માત્ર દૂધ અને છાણ વેચીને જ નહીં પરંતુ ગાયોને નવડાવ્યા પછી જે પાણી નીકળે છે તે પણ વેચીને પૈસા કમાઈ રહ્યો છે. 26 વર્ષિય જયગુરુ આચર હિન્દર દક્ષિણ કન્નડ જિલ્લાના મુન્દ્રુ ગામનો વતની છે. તેણે વિવેકાનંદ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. પરંતુ, એક વર્ષની નોકરી બાદ તે તેના 9થી5 કામથી કંટાળી ગયો હતો. તેને હંમેશા ખેતીનો શોખ હતો.

તે ગાય સાથે સમય પણ પસાર કરતો હતો. વર્ષ 2019માં એક દિવસ તેણે નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો અને તેના પિતા સાથે ખેતીના કામમાં લાગી ગયો. ઇન્ડિયા ટાઇમ્સ અનુસાર. તે કહે છે કે, મેં મારું ડેરીનું કામ વધારવાનું નક્કી કર્યું. તેમણે 130 પ્રાણીઓની સંભાળ લીધી. આ સાથે 10 એકર જમીન પણ ખરીદી હતી. તેમણે ડેરીમાં નવીન પદ્ધતિઓ અપનાવી અને આજે તેઓ મહિને 10 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.

તેઓ તેમના સંશોધન દરમિયાન પટિયાલા ગયા હતા. ત્યાંથી એકમ મશીન લાવ્યો જે ગાયના છાણને સૂકવે. તે હવે દર મહિને 1000 બૈક ગાયના છાણને વેચે છે. આસપાસના ખેડૂતો તેને મોટી માત્રામાં ખરીદે છે. ગાયનુ છાણ, બાથરૂમ અને જે પાણીથી ગાયને નવડાવે છે તેનુ મિક્સચરનું પણ તે ઉપયોગ કરે છે.

જે પણ તેને ખરીદે છે તે 8થી 11 રૂપિયા પ્રતિ લીટરનું એક ટેંકર ભરી તેને વેચે છે.  તે ભવિષ્યમાં દૂધની બનાવટો વેચવા માંગે છે. તે સરકાર પાસેથી કેટલીક સબસિડી લઈને સ્ટાર્ટઅપ ખોલવા માંગે છે અને તેની સાથે બિઝનેસ કરવા માંગે છે.

Shah Jina