અજબગજબ

એન્જિનિયરે કાઢી JCBમાં જાન! દહેજમાં ના લીધો એક પણ રૂપિયો, રુવાડા ઉભા થઇ એવી સત્ય સ્ટોરી વાંચો આજે

લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી છે. ભાવ-પ્રેમ અને આનંદ તો ઠીક, પણ દેખાડો અને બધાંથી અલગ પડવાની મહેચ્છાઓની પણ આ સાથે મોસમ ખીલી છે. છત્તીસગઢમાં પણ આ લગ્નની મોસમમાં એક એન્જિનિયર પરણી ગયો. પણ પરણ્યો એવી રીતે કે દુનિયા મોંમાં આંગળા નાખી ગઈ!

વરરાજાને ઘોડી પર બેસાડાય, કારમાં બેસાડવાનો હરખ પૂરો કરાય, બળદગાડામાં પણ જાન જોડીને જવાય અને ખીસ્સામાં ખખડાટ વધારે પડતો થતો હોય તો આજે ઘણાં કરે છે એમ હેલિકોપ્ટરમાં પણ માંડવે જવાય. પણ JCBમાં બેસીને ચાર ફેરા ફરવા કોણ જાય? જવાબ – છત્તીસગઢના બલૌદાબાજાર નગરના સિવીલ ઇજનેર ભાઈશ્રી અમીશકુમાર ડહરિયા!

Image Source

પાદર ‘JCB’ છોડી, માણારાજ! –

બલૌદાબાજાર નગરના રહીશોએ એક નવું કૌતુક જોયું જ્યારે અમિશકુમારની જાન JCBમાં નીકળી. જેમ કાર કે ઘોડીને શણગારવામાં આવે તેમ જ જેસીબીને પણ શણગારેલી હતી. આગળ ફ્રન્ડ લોડર તરીકે ઓળખાતા કાચ પર સિવીલ એન્જિનિયર નામે ડિગ્રી લખેલી હતી. ચોતરફ ફૂગ્ગા બાંધવામાં આવેલા. વર-કન્યાના નામના બેનર પણ ચોટાડીને આ ખોદકામના વાહન પર વરરાજાના બેસણાં થયાં હતાં.

Image Source

અમિશકુમાર કહે છે કે, પોતાનો આ હઠાગ્રહ હતો કે મારી જાન જેસીબીમાં જ જાય. સિવીલ એન્જિનિયર હોવાને નાતે તેમનો સબંધ આમેય કંસ્ટ્રક્શન સાઇટ પર રહેલો જ હોય. શરૂઆતમાં તો ઘરના વઠ્યાં. પણ પછી ધીમે-ધીમે માની ગયાં અને આખરે આ શક્ય બન્યું.

સામાજિક નીતિમત્તાનું જડબેસલાક ઉદાહરણ –

Image Source

આપણે ભલે આ યુવકની ઘેલછા હાસ્યાસ્પદ જણાતી હોય પણ લગ્નને માંડવે તેમણે દાખવેલી દિલાવરી હરકોઈને પ્રેરક બને તેવી છે. આ યુવાને દહેજમાં એક રૂપિયો પણ લીધો નથી. ઉલ્ટાનું, લગ્નમાં જોઈતો માલસામાન પણ પોતાને ખર્ચે લઈ આપ્યો! તેમની પત્ની મનિષા બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર છે.

એન્જિનિયરોનો પણ જમાનો છે હોં! દુનિયામાં કોઈએ કલ્પના પણ ના કરી હોય એવુંકરી દેખાડવામાં એમનો જોટો ન જડે. આજે પણ દુનિયામાં જે મહત્ત્વના માથાઓ પડ્યાં છે એ એન્જિનિયરીંગની ડિગ્રી લઈને જ આવ્યાં છે. ખબર નહી શું શીખીને આવતા હશે કોલેજમાં!!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks