આજની બેસ્ટ અને પ્રેરણાત્મક સ્ટોરી: 95% સુધી પાણી બચાવવા માટે બનાવ્યું નોઝલ, દરેક ઘરમાં રોજ થઇ શકે છે 35 લીટર પાણીની બચત
એકવાર હાથ ધોવા પર સરેરાશ 600 મિલી પાણી વપરાય છે, જેમાંથી 350 મિલી પાણી બરબાદ થાય છે. પણ હવે વિચારો કે એક સામાન્ય નોઝલ વાપરીને હાથ ધોવાથી માત્ર 15થી 20 મિલી સુધી જ પાણી વપરાય છે તો! મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના એન્જીનીયરોએ એવું ડિવાઇસ – નોઝલ બનાવ્યું છે જે 95% સુધી પાણીનો વ્યય રોકી શકે છે. મદ્રાસના એન્જીનીયરોએ અર્થ ફોકસ નામનું સ્ટાર્ટઅપ શરુ કરીને તેના અંતર્ગત બે પ્રકારના નોઝલ્સ બનાવ્યા છે અને એવો દાવો કર્યો છે કે આ નોઝલના ઉપયોગથી પાણીનો વ્યય 95 ટકા સુધી ઘટાડી શકાય છે.

આ નોઝલને ઓટોમાઇઝેશન ટેક્નિકથી તૈયાર કરવામાં આવ્યા છે. આ ટેક્નિકથી નળમાંથી નીકળતું પાણી ફુવારાના સ્પ્રેની જેમ નીકળશે. આ ટેક્નિકને કારણે નળમાંથી એક મિનિટમાં 600 મિલી પાણી નીકળે છે જયારે સામાન્ય નળમાં 1 મિનિટમાં 12 લીટર પાણી નીકળી જાય છે. આનાથી 95 ટકા સુધી પાણી બચાવી શકાય છે, અને રોજનું દરેક ઘરમાં 35 લીટર પાણીની બચત થઇ શકે છે.
અર્થ ફોકસ સ્ટાર્ટઅપના ફાઉન્ડર અરુણ સુબ્રમણ્યનના જણાવ્યા અનુસાર, આ ડિવાઇસ પ્લમ્બર વિના નળમાં માત્ર 30 સેકન્ડમાં જ ફિટ કરી શકાય છે. આ નોઝલ તાંબાની બની છે. આ પાણીની ક્વોલિટી સુધારવાની સાથે સાથે હાર્ડ વોટર માટે પણ સારી છે. આ નોઝલ પાણીના એક-એક ટીપાને નાના-નાના ટીપામાં તોડે છે, જેથી નળમાંથી નીકળતું પાણી જલ્દીથી જલ્દી વધુ ભાગને કવર કરી શકે.

અરુણનાં જણાવ્યા અનુસાર, આ સ્ટાર્ટઅપની શરૂઆત થોડી અલગ હતી. અરુણને કોલેજના સમયમાં સ્માર્ટ ડસ્ટબીન જેવી વસ્તુઓ બનાવવામાં વધુ રસ હતો. કોલેજ પછી તેને 6 મહિનાનો બ્રેક લીધો, જેમાં તેના પર્યાવરણવાદી પાડોશી નજીબા ઝબીરે તેને કહ્યું કે તેને પાણી બચાવવું છે અને પોતાના રસોડા માટે એવા ડિવાઇસની જરૂર છે જે પાણી બચાવી શકે. તેને કહ્યું કે તેને પોતાના રસોડામાં પાણી બચાવવા માટે બજારમાં મળે છે એવા ડિવાઇસ કરતા વધુ પાણી બચાવી શકે એવું ડિવાઇસ જોઈએ છે. એ પછી તેને આ ડિવાઇસ બનાવવાની તૈયારી શરુ કરી.
બજારમાંથી કેટલાક સ્પ્રિંકલર્સ ખરીદ્યાં પછી તેને સમજાય કે આ સ્પ્રિંકલર્સ કેવી રીતે કામ કરે છે. બસ એક જ તકલીફ હતી કે તેનાથી પાણીની વધુ બચત થઇ શકતી ન હતી. આ પછી અરુણે નોઝલનું પહેલું પ્રોટોટાઇપ તૈયાર કર્યું. જેમાં તેને 6 મહિનાનો સમય લાગ્યો. તેને તેના પાડોશીઓ પાસેથી તેનું ટેસ્ટિંગ કરાવ્યું. શરૂઆતમાં તેમને આ કાઢવાની વાત કહી કારણ કે આ ખૂબ જ ખરાબ હતું. પરંતુ એમાં અથોડા સુધારા-વધારા કર્યા બાદ આ ડિવાઇસ તૈયાર થયું.

ઓટોમાઇઝેશન ટેક્નિકથી તૈયાર થયેલા આ ડિવાઇસથી, જેટલું પાણીનું પ્રેશર વધારે એટલું પાણી વધારે બચાવી શકાય છે. જો પાણીનું પ્રેશર 1 બારથી વધારે હોય તો 98 ટકા પાણી બચાવી શકાય અને જો પ્રેશર 2-3 બાર હોય તો પાણી 95-97 ટકા બચાવી શકાય છે.
મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસરને આ ડિવાઇસ બતાવવામાં આવ્યું તો તેમને કહ્યું કે આ ડિવાઇસને લોકો સુધી પહોંચાડો અને તેને કોમર્શિયલાઈઝ કરો. આ માટે નજીબાએ આર્થિક મદદ કરી અને આ સ્ટાર્ટઅપની શરૂઆત થઇ.

સફળતાપૂર્વક આ નોઝલના ડેમોન્સ્ટ્રેશન પછી ચેન્નઈના ઘણા કોર્પોરેશને અર્થ કોફસનો સંપર્ક સાધ્યો. સૌથી પહેલી કોગ્નિઝન્ટએ પોતાની ઓફિસમાં આ નોઝલ્સ લગાવડાવ્યા જેથી ચેન્નઈમાં ચાલી રહેલી પાણીને તંગીનો સામનો કરવા માટે તૈયાર રહેવાય.
અર્થ ફોકસે બે પ્રકારના નોઝલ્સ બનાવ્યા છે – QuaMist અને EcoMist. QuaMist ઘરના કે બાથરૂમના કિચનમાં સરળતાથી 30 જ સેકન્ડમાં ફિટ કરી શકાય છે, જેના માટે પ્લમ્બરની જરૂર નથી પડતી. અને EcoMist નોઝલ નળની અંદર લગાવવાના હોય છે, જેને એકવાર લગાવ્યા પછી કાઢવા મુશ્કેલ હોય છે.

સ્ટાર્ટઅપ અનુસાર, EcoMist દ્વારા 95 ટકા પાણી બચાવી શકાય છે, સામાન્ય રીતે નળમાંથી 10 લીટર પર મિનિટ પાણી નીકળે છે, જયારે આ નોઝલ લગાવ્યા પછી 0.5 લીટર પર મિનિટ પાણી નીકળે છે. તો જો તમે પણ પાણી બચાવવા માંગતા હોવ તો પોતાના ઘર માટે આ નોઝલ ખરીદીને નાનકડી શરૂઆત કરી શકો છો.