ખબર જ્યોતિષ શાસ્ત્ર

ભારતીય વૈજ્ઞાનિકોનો દાવો, 21 જૂનના રોજ સૂર્યગ્રહણ પર ખતમ થઇ જશે કોરોના વાયરસ? જાણો વિગત

દુનિયાભરમા કૉરોના વાયરસ ખુબ ઝડપે વધી રહ્યો છે. હજી સુધી કોરોના વાયરસની રસી શોધાઈ નથી, આ વચ્ચે ચેન્નાઇના એક વૈજ્ઞાનિકે 21 જૂનના રોજ આવનારા સૂર્યગ્રહણ અને કૉરોના વાયરસ વચ્ચેનું કનેક્શન હોવાનો દાવો કર્યો છે.

Image Source

ન્યુક્લીઅર અને અર્થ સાયન્ટિસ્ટ કેએલ સુંદર કૃષ્ણાનો દાવો છે કે આગળના વર્ષે 26 ડિસેમ્બરના રોજ થયેલા સૂર્યગ્રહણનો કૉરોના વાયરસ સાથે સીધો જ સંબંધ હતો અને આવનારા 21 જૂનના રોજ થનારા સૂર્યગ્રહણના દિવસે કૉરોના વાયરસનો હંમેશાને માટે અંત આવશે.

Image Source

આ વૈજ્ઞાનિકના આધારે સૂર્યગ્રહણ પછી ઉત્સર્જિત વિખંડન ઉર્જાને લીધે પહેલા ન્યુટ્રોનના સંપર્ક પછી કોરોના વાયરસ તૂટી ગયો છે. તેમણે આગળ કહ્યું કે ડિસેમ્બર 2019 થી કૉરોના વાયરસ આપણા જીવનને નષ્ટ કરવા માટે આવ્યો હતો. જેના આધારે 26 ડિસેમ્બરના છેલ્લા સૂર્યગ્રહણ થયા પછી સૌર મંડળમાં ગ્રહોની સ્થિતિમાં બદલાવ થયો છે.

Image Source

ડૉ.કૃષ્ણાના આધારે ગ્રહોની વચ્ચે ઉર્જામાં બદલાવને લીધે વાયરસ ઉપરી વાયુમંડળથી ઉત્પન્ન થાય છે. આજ બદલાવને લીધે ધરતી પર ઉચિત વાતાવરણ બન્યું, આ ન્યુટ્રોન સૂર્યની સૌથી વધારે વિખંડન ઉર્જાથી નીકળી રહ્યા છે. ન્યુક્લિઅર ફોર્મેશનની આ પ્રક્રિયા બાહરી મટિરિયલને લીધે શરૂ થશે, જે ઉપરી વાયુમંડળમાં બાયો મોલેક્યુઅલ અને બાયો ન્યુક્લિઅરના સંપર્કમાં આવવાથી થઇ શકે છે. બાયો મોલેક્યુલ સરંચના(પ્રોટીન) નું મ્યુટેશન આ વાયરસનો એક સંભવિત સ્ત્રોત હોઈ શકે છે.

સૂર્યના કિરણોથી ખતમ થશે કૉરોના:

Image Source

ડૉ.કૃષ્ણાના આધારે મ્યુટેશન પ્રોસેસ ઔથી પહેલા ચીનમાં શરૂ થયું હશે. જો કે, આ દાવાની કોઈ પાકી સાબિતી નથી. આ એક પ્રયોગ કે પછી જાણી જોઈને કરવામાં આવેલો પ્રયોગ પણ હોઈ શકે છે. આવનારું સૂર્યગ્રહણ કોરોના વાયરસને ખતમ કરવા માટે કારગર સાબિત થઇ શકે તેમ છે. સૂર્યના કિરણોની તીવ્રતા વાયરસને નિષ્ક્રિય કરી શકે તેમ છે.

સૂર્યગ્રહણ આ વાયરસનો પ્રાકૃતિક ઉપચાર:

Image Source

ડૉ. કૃષ્ણાએ કહ્યું કે આપણે તેનાથી ઘભરાવવાની કોઈ જ જરૂર નથી. આ સૌરમંડળમાં થનારી પ્રાકૃતિક ઘટના છે. સૂર્યના કિરણો અને સૂર્યગ્રહણ આ વાયરસનો પ્રાકૃતિક ઈલાજ છે.

જ્યોતિષશાસ્ત્રોના આધારે પણ 21 જૂનના રોજ થનારું સૂર્યગ્રહણ ઘણી ઘટનાઓના બદલાવનું કારણ બનશે. સૂર્યગ્રહણ સવારે 10.20 થી શરૂ થશે અને બપોરે 1.49 એ ખતમ થશે. તેનું સૂતક 12 કલાક પહેલા એટલે કે 20 જૂન રાતે 10.20 પર શરૂ થઇ જશે, જે ગ્રહણ ખતમ થવાની સાથે ખમત થઇ જશે. આ ગ્રહણ ભારત, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યુએઈ, ઇથિયોપિયા અને કાંગોમાં જોવા મળશે.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.