રાજકોટની યાદ આવી જશે: આ ઓફિસમાં થાય છે ગજબનો લંચ બ્રેક, વીડિયો જોઈ તમે પણ કહેશો, “કાશ..અમારી ઓફિસમાં પણ આવી સુવિધા મળતી!”

8 કલાકની નોકરી મોટાભાગે લોકો માટે કંટાળાજનક હોય છે, છતાં પણ એકધારી નોકરી લોકો કરતા રહે છે. ઘણા લોકોની ઈચ્છા પણ હોય છે કે તેમની નોકરીમાં થોડો ચેન્જ આવે, પરંતુ એ પણ એક સપના સમાન હોય છે. ત્યારે ઓફિસમાં મળતો લંચ ટાઈમ પણ ક્યારે પૂર્ણ થઇ જાય એ કઈ ખબર નથી પડતી, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક ઓફિસના લંચ ટાઇમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

લંચ બ્રેક પછી આવતી ઊંઘ કર્મચારીને પરેશાન કરવાનું શરૂ કરે છે. જ્યારે કેટલાક લોકો કોફી/ચા પીધા પછી સૂવા માટે દોડી જાય છે, જ્યારે કેટલાક તો ડેસ્ક પર ઊંઘ લઇ લે છે. પણ ભાઈ… સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ક્લિપથી ઘણા કર્મચારીઓના મનની વાત થઈ છે. એટલા માટે લિંક્ડઇન પર શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. જો કે, કેટલાક સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને શંકા છે કે તે ઓફિસ છે કે નહીં કારણ કે ડેસ્ક પર કોઈ કમ્પ્યુટર દેખાતું નથી.

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કેટલાક ફોલ્ડિંગ બેડ ડેસ્ક સાથે ફીટ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં એક મહિલા બેસીને મોબાઈલ ચલાવતી જોવા મળે છે, પરંતુ થોડીક સેકન્ડ પછી તે સીટ બદલીને બેડમાં અને ચાદર પહેરીને સૂઈ જાય છે! આ વીડિયોને જોયા બાદ સેંકડો યુઝર્સે આ સંસ્કૃતિની હિમાયત કરવાનું શરૂ કર્યું, તો કેટલાક યુઝર્સે આ વીડિયોની સત્યતા પર જ સવાલ ઉઠાવ્યા. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિએ કહ્યું કે આ ક્લિપ કોઈ ઓફિસની હોય તેવું લાગતું નથી, કારણ કે ડેસ્ક પર કમ્પ્યુટર/લેપટોપ દેખાતા નથી.

આ વિડિયો પાસ્કલ બોર્નેટ નામના યુઝરે LinkedIn પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – એશિયાના કેટલાક દેશોમાં ઓફિસ લંચની નિદ્રા એકદમ સામાન્ય છે. ડોકટરો પણ તેની ભલામણ કરે છે. શું તમને લાગે છે કે આ સંસ્કૃતિઓ અને દેશોમાં પણ થવું જોઈએ? આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel