મહિલા કર્મચારીને પોલિસકર્મીએ આત્મહત્યા માટે કરી મજબૂર, પરિવારે કર્યો જેલ ભેગો

ઘરે બૈરું હોવા છતાંય આ ઇન્સ્પેકટરે બહાર કર્યું લફડું, છેલ્લે આવ્યો કરુણ અંજામ

રાજય અને દેશમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓમાં વધારે થતો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો માનસિક ત્રાસથી કંટાળી તો કેટલાક લોકો આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે ઘણા લોકો પ્રેમમાં નાસીપાસ થતા પણ જીવન ટૂંકાવી લેતા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે પ્રેમ લગ્નમાં કેટલાક લોકો જીવનસાથીથી કંટાળી મોતને વહાલુ કરી લેતા હોય છે. હાલ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લા હોસ્પિટલની સંવિદાકર્મી શહાના ઉર્ફે સુહાનીની સંદિગ્ધ હાલતમાં મોત મામલે લગભગ 60 કલાકની તપાસ બાદ કોતવાલી પોલિસે એલઆઇયુમાં તૈનાત પોલિસકર્મી રાજેન્દ્ર સિંહ પર આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ દાખલ કરી લીધો છે. આરોપી પોલિસકર્મી કોતવાલી પોલિસની હિરાસતમાં છે. જો કે, પરિવારજોએ હત્યા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. શહાનાની માતાની ફરિયાદ પર ધારા 306 અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે. આરોપી બલિયાના રેવતી થાનાક્ષેત્રના શ્રીગંગાનગર ગામનો રહેવાસી છે.

બેલીપારના ભીટી ગામ નિવાસી શહાના નિશા કોલવાલી વિસ્તારમાં બક્શીપુરમાં ભાડા પર રૂમ લઇને રહેતી હતી. તે જિલ્લા હોસ્પિટલમાં સંવિદાકર્મી હતી. 15 ઓક્ટોબરના રોજ સવારે રૂમમાં તેની લાશ ફંદા સાથે લટકતી મળી. લાશ ઘૂંટણ બાજુ વળેલી હતી. શહાના નિશાનો 10 મહીનાનો દીકરો તેની માતાની લાશ પકડી રડી રહ્યો હતો. બાળકનો અવાજ સાંભળી મકાન માલિકને જાણકારી થઇ અને તેમણે પોલિસને સૂચના આપી.

પોલિસે જયારે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ તો પીએમ રીપોર્ટમાં મોતનું કારણ હૈંગિગ આવ્યુ હતુ. તે બાદથી આત્મહત્યા તરફ ઘટના વળવા લાગી, પરંતુ માતા-ભાઇ અને બહેને આ ઘટનાને હત્યા જણાવી. તેમનું કહેવુ હતુ કે શહાના નિશાની હત્યા કરી તેને આત્મહત્યાનું રૂપ આપવામાં આવ્યુ છે. તે આના માટે ગોરખપુર એલઆઇયુમાં તૈનાત બલિયા જિલ્લાના રહેવાસી પોલિસકર્મી રાજેન્દ્ર સિંહ પર આરોપ લગાવી રહ્યા હતા.

કોતવાલી પોલિસે રાજેન્દ્ર સિંહને 15 ઓક્ટોબરે હિરાસતમાં લીધો હતો. જો કે, કેસ દાખલ કરવાને લઇને કોતવાલી પોલિસ અને ઓફિસરો વચ્ચે 60 કલાક સુધી વાતો ચાલતી હતી. બે દિવસ સુધી ફરિયાદ ન મળવા પર પોલિસવાળાએ હવાલો આપ્યો. કોતવાલી પોલિસે શહાનાની માતાની ફરિયાદ પર ધારા 306 અંતર્ગત કેસ દાખલ કર્યો. મીડિયા રીપોર્ટ અનુસાર, પરિવારના સભ્યોએ રાજેન્દ્ર સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે ઈન્સ્પેક્ટર પોતે પરિણીત છે, તેમ છતાં શહાનાને બળજબરીથી પોતાની સાથે રાખતો હતો, જેના કારણે તેણે પરેશાન થઈને આત્મહત્યા કરી હતી.

આરોપી કોતવાલી પોલિસ સ્ટેશના નગર નિગમ ચૌકી પર તૈનાત હતો. આ ચોકીમાં ક્ષેત્રના જિલ્લા હોસ્પિટલના વિસ્તાર પણ આવે છે. આ દરમિયાન જ તેનો સંપર્ક શહાના સાથે થયો હતો. પોલિસકર્મીએ સહાનાને સુહાની બનાવીને બક્શીપુરમાં એક ભાડાનું મકાન રાખ્યુ હતુ. નગર નિગમથી રાજેન્દ્ર સિંહનું કૈંટના પૈડલેગંજ ચોકી પર તબાદલા થયુ હતુ. બાદમાં ગોરખપુર પરત ફરવા માટે તેમણે એલઆઇયુમાં પોસ્ટિંગ કરાવી લીધી. સહાના જે રૂમમાં રહેતી હતી ત્યાં એક બાઇક અને પેંટ શર્ટ પણ મળ્યા હતા.એવું જણાવવામાં આવી રહ્યુ છે કે બાઇક અને કપડા આરોપીના હતા. જો કે, હવે બાઇક કયાં છે તેની કોઇ જાણ નથી.

Shah Jina