એક-બીજાને જોઈને સ્ટેજ ઉપર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા વર-કન્યા, કારણ જાણીને તમારી આંખોમાં પણ પાણી આવી જશે, જુઓ વીડિયો

ઉત્તરાયણ બાદ લગ્નની સીઝન ફરી જામી ગઈ છે, જો કે છેલ્લા બે વર્ષોની જેમ આ વર્ષે પણ કોરોનાએ લોકોની મજા બગાડી છે અને લગ્નમાં થોડા જ લોકો હાજર થઇ રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે જે લોકોને જોવા પણ ખુબ જ પસંદ પડે છે.

સોશિયલ મીડિયામાં વાયર થઇ રહેલા વીડિયોની અંદર લગ્નના અલગ અલગ રીતિ રિવાજો સાથે ઘણી ભાવુક કરી દેનારી ક્ષણો પણ જોવા મળતી હોય છે. હાલ એવો જ એક વીડિયો લોકોને પણ ભાવુક કરી રહ્યો છે. જેમાં સ્ટેજ ઉપર જ વર-કન્યા એકબીજાને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વર-કન્યા સ્ટેજ ઉપર ઉભા છે અને બંનેની આંખોમાં આંસુઓ છે, વરરાજા   કન્યાના ગાલ ઉપર હાથ રાખીને તેને ભેટે છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા પણ લાગી જાય છે. કન્યા પોતાના હાથે વરરાજાની આંખોના આંસુઓ લુંછે છે. જેના બાદ વરરાજાના ચહેરા ઉપર આંસુઓ સાથે હાસ્ય પણ આવે છે તેને જોઈને કન્યા પણ હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Swarn Jain (@swarnjain)

તરત જ વરરાજા તેના બે હાથ આગળ કરીને કન્યાના હાથ પકડે છે અને પછી બંને ડાન્સ કરવા લાગી જાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડની અંદર “લાખો મિલે, કોઈ ભી ના તુમસા મિલા” ગીત વાગી રહ્યું છે. આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં પણ લખેલું જોવા મળે છે કે પોતાના મિત્ર સાથે લગ્ન થવા એ બેસ્ટ ફીલિંગ છે. કેપશન દ્વારા એ પણ જાણી શકાય છે કે આ બંનેના લગ્ન 11 વર્ષની ઓળખાણ બાદ થયા છે અને આ વાતની ખુશી પણ બંનેના ચહેરા ઉપર સ્પષ્ટ જોવા મળી રહી છે.

Niraj Patel