ગ્રીષ્માની શોકસભામાં બહેને ગાયું “લાડકી ગીત” ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા પિતા અને પરિવારજનો, હર્ષ સંઘવીની આંખોમાંથી પણ વહ્યા આંસુ

ગ્રીષ્માની બહેનોએ “તેરી લાડકી” ગીત ગાતા જ ગળે ભરાયો ડૂમો, ગ્રીષ્માના પિતાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી… જુઓ

ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને હવે ફાંસીની સજા મળી ગઈ છે. ત્યારે આજે ગ્રીષ્માના ઘરે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રીષ્માના પરિવારજનો સમેત ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને આ શોકસભામાં ગ્રીષ્માને યાદ કરીને વાતાવરણ પણ ખુબ જ ગમગીન બન્યું હતું.

ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલા કાર્યક્રમની અંદર ગ્રીષ્માની બહેનોએ માઈક ઉપર “લાડકી” ગીત ગાવાનું શરૂ કર્યું હતું, જેના બાદ સાંભળનારા સૌ કોઈ ભાવુક બની ગયા હતા. બહેનો પણ ગીત ગાતા ગાતા પોતાની આંખોના આંસુઓ રોકી શકી નહોતી અને પોતાના પિતાને બાથભરીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.

ફેનિલ ગોયાણીને ફાંસીની સજા થયા બાદ ગ્રીષ્માના પરિવાર જનોએ પણ કોર્ટના આ નિર્ણય ઉપર સંતોષ માન્યો હતો અને વેકરિયા પરિવાર દ્વારા આજે રામધુન સહિત પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન ગ્રીષ્માની પિતરાઈ બહેનોએ “તેરી લાડકી” ગીત ગાયું હતું. જેના બાદ આખો જ માહોલ ભાવુક થઇ ગયો હતો, ગ્રીષ્માની બહેનો પણ ગ્રીષ્માને પિતાને બાથ ભરીને ધ્રુકે ધ્રુસકે રડી રહી હતી અને ગળે ડૂમો બાઝી જતા આગળનું ગીત પણ ગાઈ શકી નહોતી. ત્યાં ઉપસ્થિત હર્ષ સંઘવીની આંખો પણ આંસુઓથી છકલકાઈ ઉઠી હતી.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી અને ગ્રીષ્માના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. ગ્રીષ્માની હત્યા થયા બાદ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા અને તેમને ગ્રીષ્માના પરિવારને વચન આપ્યું હતું કે તે તેમને ન્યાય અપાવશે.

ગ્રીષ્માને ન્યાય મળતા જ હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારનું મુલાકાત લીધી હતી, ત્યારે ગ્રીષ્માના પરિવારજનોની આંખોમાંથી પણ આંસુઓ છલકી ઉઠ્યા હતા, અને હર્ષ સંઘવીએ પોતાના હાથે તેમના પરિવારજનોના આંસુઓ પણ લુછ્યા હતા અને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. જેનો વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ શોકસભાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં “કાળજા કેરો કટકો” ગીત વાગી રહ્યું છે અને સૌની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહી રહી છે, ગ્રીષ્માની પિતરાઈ બહેનો પણ ચોધાર આંસુઓ ગ્રીષ્માના પિતાને વળગીને રડતા જોવા મળી રહી છે. વીડિયો સામે આવતા જોનારાની આંખોમાં પણ આંસુઓ છકલાઈ ઉઠ્યા હતા !

Niraj Patel