ખબર

આ કેવી આત્મહત્યા : હું ખુશ છુ, શ્વાસ થમ્યા પહેલા ફેવરિટ ક્રિકેટર રોહિત શર્માની મેચ જોઇ લીધી, હવે જઇ રહ્યો છું

મર્યા પહેલા આવું લખીને ગયો બીકોમનો વિદ્યાર્થી, જાણો સમગ્ર વિગત

ઘણીવાર યુવાઓને જયારે અસફળતા મળે છે તો તેઓ ઉદાસ થઇ જાય છે અને આત્મહત્યા જેવુ પગલુ ભરે છે. તેઓ એ નથી વિચારતા કે તેમના ગયા બાદ તેમના માતા-પિતાનું શુ થશે. એવો જ એક કિસ્સો એમપીના ગ્વાલિયરથી સામે આવ્યો છે. જયાં એક બીકોમના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રવિવારે બીકોમના એક વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેવાની ચકચારી ઘટના સામે આવી છે. તેના રૂમમાંથી મળેલ સુસાઇડ નોટમાં તેણે અંગદાનની અંતિમ ઇચ્છા પણ વ્યક્ત કરી છે. આ સાથે જ તેણે લખ્યુ છે કે, મર્યા પહેલા તેના ફેવરિટ ક્રિકેટર રોહિત શર્માની બેટિંગ જોઇ લીધી, બધી ઇચ્છા પૂરી થઇ ગઇ.

આ મામલો ગોલાના મંદિર પોલિસ સ્ટેશન ક્ષેત્રના ગોવર્ધન કોલોનીનો છે. જયાં પોલિસકર્મી ધર્મેશ ચૌહાણના 21 વર્ષિય અજયે દુ:ખી થઇને રવિવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. અજયે રાત્રે તેની માતા અને બહેન સાથે જમવાનું પણ લીધુ હતુ. પરંતુ જયારે સવારે ચા પીવા માટે તેની માતા તેને બોલાવા ગઇ તો તે મૃત હાલતમાં મળ્યો હતો.

અજયે સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, હું મારા જીવનમાં કંઇ ના કરી શક્યો, તમારા સપના પણ પૂરા ન કરી શક્યો મમ્મી-પપ્પા, જો થઇ શકે તો મને માફ કરજો. હવે હું ગીવ અપ કરી રહ્યો છું.

તેણે તેની સુસાઇડ નોટમાં પરિવારના બધા સભ્યો માતા-પિતા, બહેન, અંકલ, બહેનો, માસી અને ભાઇ બધાના વિશે લખ્યુ હતુ. આ સાથે જ તેણે લખ્યુ કે, હું કાયર હતો જે દિલની વાત તમને ના કરી શક્યો. કારણ કે હું હારી ચૂક્યો છું, પોતાનાથી અને તે જ માટે હું દુનિયા છોડી જઉ છું.