ખબર

મમ્મીએ બીજા લગ્ન કર્યા તો દીકરાએ જે કર્યું તેના બધે વખાણ થઈ રહ્યા છે, ધન્ય છે આવા દીકરાઓને

ધન્ય છે આવા દીકરાઓને 👌👌🙏🙏 માં-દીકરાની આ સત્ય સ્ટોરી તમારા હૃદયને સ્પર્શ કરી જશે એની ગેરંટી

આપણા સમાજમાં આજે પણ છૂટાછેડા લેનાર અને ફરીથી લગ્ન કરનાર લોકોને સન્માનની નજરે નથી જોવામાં આવતા ત્યારે કેરળના એક યુવકે સોશિયલ મીડિયા તેની માતાના બીજા લગ્ન પર એક ભાવુક પોસ્ટ લખી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ મલયાલમ ભાષામાં લખી છે.

કોલમના ગોકુલ શ્રીધર નામના યુવકે એક એવા વિષય પર પોસ્ટ લખી છે કે જે વિષય પર આજકાલ કોઈ પણ વાત કરવા જ નથી માંગતું. શ્રીધર ગોકુલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કે એની માતાએ પોતાના પહેલા લગ્નમાં ખૂબ જ દુઃખ સહન કર્યા હતા. તેમને શારીરિક હિંસાનો શિકાર થવું પડ્યું હતું. તેઓએ આ બધું જ ફક્ત તેના ઉછેર માટે થઈને જ સહન કર્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે કે માતા પોતાના જુના દુઃખો ભુલાવીને નવા જીવનની શરૂઆત કરે.

Image Source

ઘોકુલે પોતાની માતાના બીજા લગ્ન પર ખુશી વ્યક્ત કરતા લખ્યું છે કે ‘આજે મારા માટે ખુશીનો દિવસ છે. અને આનાથી વધુ ખુશી એના માટે બીજી કોઈ હોઈ જ ન શકે. એક મહિલા જેને પોતાનું જીવન મારા માટે કુરબાન કરી દીધું, મારા માટે એને દરેક દુઃખ સહન કર્યું, ઘણીવાર મેં તેમને શારીરિક હિંસા બાદ માથા પરથી લોહી નીકળતા જોયું હતું. જયારે મેં તેમને પૂછ્યું કે એ આ બધું જ શા માટે સહન કરે છે, તો તેનો જવાબ હતો કે એ મારા માટે બધું જ કરી શકે છે.’

ગોકુલે કહ્યું કે મારી માતાએ પોતાની આખી યુવાની મારા માટે કુરબાન કરી દીધી, હવે તેમના ઘણા બધા સપના છે, તેને પુરા કરવાનો સમય આવી ગયો છે. મારી પાસે કહેવા માટે કઈ ખાસ નથી, મને લાગે છે કે આ કઈંક એવું છે કે જેને મારે છુપાવવાની જરૂર નથી. મા, તમારું આ બીજું લગ્નજીવન ખૂબ જ ખુશહાલ રહે.’

આ ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. અત્યાર સુધીમાં આ પોસ્ટ 35 હજારથી વધુ લોકો શહેર કરી ચુક્યા છે. ગોકુલે આ પોસ્ટમાં તેની માતાનો તેમના બીજા પતિ સાથેનો ફોટો શેર કર્યો છે.