દિલ જીતી લેનારી પ્રેમ કહાની, પ્રેમીને અકસ્માત બાદ એકલો ના મુક્યો પ્રેમિકાએ, વ્હીલચેર ઉપર બેસાડીને કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે, સાથે જ લગ્નની સીઝન પણ ચાલી રહી છે. ઘણા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. આ દરમિયાન ઘણા લોકોની એવી કહાનીઓ પણ સામે આવી રહી છે જે જાણીને આપણે પણ ડાંગ રહી જઈએ. ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવી અનોખી પ્રેમ કહાનીઓ વાયરલ પણ થતી હોય છે.

પ્રેમની ખરી કસોટી ત્યારે જ થાય છે જ્યારે પ્રેમી અને પ્રેમી સંકટ સમયે પણ એકબીજાનો સાથ ન છોડે. હંમેશા એકબીજાની પડખે ઊભા રહે. આવી જ એક લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યાં અકસ્માત બાદ બોયફ્રેન્ડને લકવા થઇ ગયો હતો. તે છતાં પણ બંનેએ લગ્ન કરી લીધા હતા, જો કે છોકરાના પિતાએ અલગ જ્ઞાતિ હોવાના કારણે ના પાડી હતી પરંતુ બાદમાં તે પણ રાજી થઈ ગયા હતા.

આ વાયરલ સ્ટોરી ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવી છે. છોકરીને ટાંકીને જે પોસ્ટ શેર કરવામાં આવી છે તે મુજબ છોકરાનું નામ રાહુલ છે. તે નાનપણથી જ રાહુલના પ્રેમમાં હતી. વર્ષ 2008માં રાહુલે કહ્યું હતું કે તે તેને પ્રેમ કરે છે. 8 વર્ષ સુધી વાત અને પ્રેમની પ્રક્રિયા ચાલુ રહી. યુવતી પણ પ્રેમ કરવા રાજી થઈ ગઈ. આ પછી છોકરીના માતા-પિતાનું અવસાન થયું. પરંતુ થોડા સમય બાદ રાહુલ પણ રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો.

ત્યારે રાહુલની ઉંમર માત્ર 21 વર્ષની હતી. સંકટની આ ઘડીમાં કોઈ પણ વ્યક્તિ હિંમત હારી શકે છે, પરંતુ છોકરીએ કહ્યું, ‘આપણે સાથે મળીને આ સંકટના સમયમાં પાર પાડીશું. ડિસ્ચાર્જ થયા પછી પણ તે રાહુલ સાથે જ રહી, તેની સંભાળ રાખતી. છોકરીએ પોતાના હાથે ખોરાક ખવડાવ્યો, સ્નાન કરાવ્યું. જો કે, આ દરમિયાન રાહુલે કહ્યું કે તું જીવનમાં આગળ વધજે, પરંતુ યુવતીએ તેનો સાથ ન છોડ્યો.

રાહુલ પરિવાર સાથે લખનઉ શિફ્ટ થયો હતો. લાંબા અંતરનો સંબંધ ચાર વર્ષ સુધી ચાલ્યો. આ પછી યુવતી રાહુલના પરિવારને મળવા લખનઉ ગઈ અને લગ્નની વાત કરી. પરંતુ ત્યારબાદ રાહુલના પિતાએ અલગ જ્ઞાતિ હોવાના કારણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ જોઈને યુવતી ચોંકી ગઈ હતી. રાહુલ ફરી એકવાર રિહેબ સેન્ટર ગયો. જો કે, બાદમાં પરિસ્થિતિ જોઈને રાહુલના પિતા રાજી થયા અને તેમના સંબંધોને મંજૂરી આપી દીધી.

પોસ્ટ અનુસાર બંને 12 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. રાહુલ કહે છે, ‘હું નસીબદાર છું કે તું મને મળી ગઈ..” તેમની આ લવ સ્ટોરી લોકોને પણ ખુબ જ પંસદ આવી રહી છે અને લોકોનું કહેવું છે કે આજના સમયમાં આવી વ્યક્તિ મેળવી જ મુશ્કેલ છે.

ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ કહી રહ્યા છે કે આજ સાચો પ્રેમ છે. મુસીબતમાં સાથ આપે એજ સાચો પ્રેમ. આજના સમયમાં જ્યાં પોતાનો લોકો પણ આવી પરિસ્થિતિમાં સાથે છોડી દેતા હોય છે ત્યારે આ છોકરીએ જે કર્યું તે ખરેખર દિલ જીતી લેનારું છે.

Niraj Patel