મનોરંજન

ઉત્તર રામાયણમાં લવ કુશની કથા સાંભળીને ભાવુક થયા દર્શકો, આખા વિશ્વમાં ડંકો વગાડ્યો- જાણીને તમે પણ બોલશો જય શ્રી રામ

લોકડાઉનના કારણે ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું, સાથે આ ધારાવાહિકને દર્શકોએ ખુબ જ ઉત્સાહથી નિહાળી, અને બધા જ રેકોર્ડ પણ આ ધારાવાહીકે પોતાને નામે કરી લીધા, હવે રામાયણના પ્રસારણ બાદ ઉત્તર રામાયણનું પ્રસારણ પણ શરૂ કરવામાં આવ્યું છે. અને આ ઉત્તર રામાયણને પણ દર્શકો ખુબ વખાણી રહ્યા છે, સાથે લવ અને કુશ પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યા છે જેના કારણે આ શો પણ ટોપ 5 શોમાં ઉમેરાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Ramayan (@ramayan_fans) on

ઉત્તર રામાયણમાં થેયેલું રામ અને લવ-કુશનું મિલન દર્શકો માટે ભાવાત્મક બની ગયું છે. સીતાનો ત્યાગ કર્યા બાદ સીતા વાલ્મિકી ઋષિના આશ્રમમાં રહ્યા હતા, ત્યાં તેમને લવ કુશને જન્મ આપ્યો હતો.  જયારે રામ અને લવ-કુશનું મિલાન થયું ત્યારે દર્શકોની આંખો ભીંજાઈ ગઈ. આ દૂર્ષ જોઈને દર્શકો ભાવુક થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Ramayan (@ramayan_fans) on

એવું પણ જણાવા મળ્યું છે કે 90ના દશકમાં પણ રામાયણને લોકોએ ખુબ જ ચાહ્યું હતું, અને તેના કારણે રામાયણ જોઈને જ લોકો પોતાના બાળકોના નામ પણ લવ અને કુશ રાખતા થયા હતા. આ ધારાવાહિકમાંથી લોકોને પ્રેરણા મળતી હતી, જેના સ્વરૂપે દર્શકો આ ધારાવાહિકને નિહાળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by 🇮🇳 Shubham Singh 🇮🇳 (@iamsingh1947) on

લોકડાઉનમાં જ દૂરદર્શન ઉપર પ્રસારિત કરવામાં આવેલા રામાયણ, મહાભારત અને ઉત્તર રામાયણ દર્શકોની પહેલી પસંદ બન્યા છે જેના કારણે આ ત્રણ ધારાવાહિક ટોપ 3માં સામેલ છે, જયારે રામાયણે તો વિશ્વ કક્ષાએ પણ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.