આ IPS ઓફિસરની બદલી રોકવા માટે ટોળે વળ્યાં લોકો, રડીને કહેવા લાગ્યા.. “અમે સરકારને કહીશું તમારી બદલી કેન્સલ કરે” જુઓ વીડિયો

પોલીસને લઈને ઘણા લોકોના મનમાં ખરાબ છાપ પણ હોય છે. પરંતુ ઘણા પોલીસકર્મીઓ અને પોલીસ અધિકરીઓ એવા પણ હોય છે જે તેમના કાર્યોથી જનતાના દિલ જીતી લેતા હોય છે, અને આવા પોલીસ ઓફિસર્સની જયારે બદલી થાય છે ત્યારે જનતા દુઃખી પણ થતી હોય છે. આવું જ દૃશ્ય જોવા મળ્યું છે આસામમાં જ્યાં એક આઈપીએસસ ઓફિસરની બદલી થતા આખું શહેર રડવા લાગ્યું હતું.

આસામમાં નવી સરકાર બનવાની સાથે જ અધિકારીઓની બદલી થવાનું શરૂ થઇ ગયું. ત્યારે આ બદલીના લિસ્ટમાં એક આઇપીએસ અધિકરી આનંદ મિશ્રાનું નામ પણ સામેલ હતું. આનંદ મિશ્રાની બદલીના સમાચાર સાંભળીને જ લોકો ભાવુક બની ગયા અને એસપી કાર્યાલયની બહાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને હાથમાં પોસ્ટર લઇ શહેરની જનતા ઉભી રહી ગઈ.

જનતા દ્વારા હાથમાં પકડેલા પોસ્ટરની અંદર લખેલું હતું. “we want anand mishra”. ઘણા લોકો રડતા રડતા પણ આંનદ મિશ્રાની બદલી ના થાય તે માટે અનુરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જાબાંઝ આઇપીએસ ઓફિસર આનંદ મિશ્રા માટે લોકોનો આ પ્રેમ જોઈને આનંદ મિશ્રા પણ ભાવુક બની ગયા હતા. તે લોકોને જણાવી રહ્યા હતા કે નિયમોનું પાલન કરવું પડે છે અને જેના કારણે જ મારે જ્યાં બદલી થઇ છે ત્યાં જવું પડશે. જો મારા હાથમાં હોતું તો હું તમારી વચ્ચે જ રહી જતો. પરંતુ એ થઇ શકે તેમ નથી.

આનંદ મિશ્રા આસામના દુબરીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. અને તેમને ત્યાં પોતાની ફરજ દરમિયાન ઘણા અપરાધો રોકી અને લોકોનું દિલ પણ જીતી લીધું હતું, જેના કારણે જ તેમના ટ્રાન્સફર સમયે લોકો એસપી કાર્યાલયની બહાર ઉમટી પડ્યા હતા. અને આસામના મુખ્યમંત્રી પાસે અરજી કરી રહ્યા છે કે તેમની ટ્રાન્સફર રદ્દ કરવામાં આવે.

આસામમાં ઉગ્રવાદીઓને ખતમ કરવામાં પણ અમિત મિશ્રાનું મહત્વનું યોગદાન રહ્યું છે. અમિત મિશ્રા યુવાઓ માટે અને સામાન્ય નાગરિકો માટે પણ પ્રેરણા સમાન બન્યા છે. અને તેના કારણે જ લોકો આંખોમાં આંસુઓ સાથે અમિત મિશ્રાનું ટ્રાન્સફર રોકવા માટે આગળ આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel