મનોરંજન

હૅરીપોટરની આ એક્ટ્રેસ 20 વર્ષ બાદ દેખાઈ છે કંઈક આવી, જુઓ તસ્વીર એક ક્લિકે

મોટી થતા જ આ બાળકલાકારે બિકી પહેરીને બોલ્ડ ફિગર બતાવ્યું જુઓ તસ્વીરો

બ્રિટિશ એક્ટ્રેસ,મોડેલ અને એક્ટિવિસ્ટ એમ્મા વોટસન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

એક્ટ્રેસ એમ્મા વોટસને હેરી પોટરની તમામ ફિલ્મોમાં કામ કર્યું છે. એમ્માએ હેરી પોટર બાદ ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટ્રેસના રોલમાં પણ નજરે આવી ચુકી છે.એમ્મા વોટસને ફિલ્મો સિવાય ટીવી સિરીઝોમાં પણ કામ કર્યું છે.

એમ્માને Regression (2015), Colonia (2015), and The Circle (2017) જેવી ફિલ્મો માટે એકેડમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. એમ્માએ 2011-14 સુધી ફિલ્મોથી બ્રેક લીધો જેથી તે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકે. એમ્માએ ઇંગ્લિશમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એમ્માએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ Burberry and Lancome માટે મોડલિંગ પણ કર્યું છે.

એમ્માને 2014માં બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મથી નવાજવામાં આવી હતી. એમ્માને 75માં ગોડલન ગ્લોબલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. એમ્માને UN એ UN Women Goodwill ambassador તરીકે નિયુક્ત કરી હતી.

અકેટ્રેસ એમ્મા વોટ્સન જયારે મોટી થતી હતી ત્યારે તે હંમેશા સિંગર એમ્મા બંટન જેવી બનવા માંગતી હતી. વોટસને સ્વીકાર્યું હતું કે, જયારે તે નાની હતી ત્યારે સ્પાઇસ ગર્લ્સ બેન્ડની પૂર્વ સિંગર બંટન પર ફિદા હતી. ત્યાં સુધી કે, બંટન જેવી બનવા માટે તે તેના મિત્રો સાથે પણ ઝઘડા કરી લેતી હતી.

એમ્મીએ જણાવ્યું હતું કે, મારી મિત્ર એલીના વાળ સુંદર હતા. તેથી અમારા વચ્ચે ઝઘડા થતા હતા. તે કહેતી હતી કે, તેના વાળ સુંદર છે તેથી તે બંટન જેવી બનશે પરંતુ મારું કહેવું હતું કે મારુ નામ એમ્મા છે એટલે હું એના જેવી બનીશ. અમારા આ ઝઘડા મહિનાઓ સુધી ચાલતા હતા.

એમ્મા વોટસનએ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે હૈરી પોટરની સિરીઝ સમાપ્ત થયા બાદ એક્ટિંગ છોડવા માંગતી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વોટ્સને સ્વીકાર કર્યો હતો કે, ડેથલી હૈલો-પાર્ટ 2 ના શૂટિંગ દરમિયાન આ ફિલ્મની સિરીઝથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

એમ્મીએ જણાવ્યું હતું કે, હૈરી પોટર ફિલ્મમાં કામ કર્યા બાદ તેને લાગતું હતું કે, તે વાસ્તવમાં શું કરવા માંગે છે. આ સાથે જ તેને ફિલ્મને અલવિદા કરવાનું મન બનાવી લીધું હતું. આ સાથે જ એમ્મા વોટસન કહે છે કે, તેની પહેલી પ્રાથમિકતા હંમેશા તેના પ્રિયજન છે. આ કારણે તેને ઘણી વાર કરિયર સાથે પણ સમજૌતા કરી લીધા છે.

એક મીડિયા સાથેની વાતચિતમાં એમ્માએ જણાવ્યું હતું કે, દોસ્તો અને પરિવાર મારી પહેલી પ્રાથમિકતા છે. જયારે કરિયર બીજા નંબર પર છે.