જાણવા જેવું જીવનશૈલી

કોઈપણ અકસ્માતની સ્થિતિમાં, ફોનમાં પેટર્ન કે નંબર લોક હોય તો આ રીતે ખોલી દો તેને અને કરો મદદ

આજકાલ દરેક વ્યક્તિના હાથમાં તમને સ્માર્ટફોન જોવા મળશે. લોકોની સવાર પણ સ્માર્ટ ફોનથી થાય છે અને દિવસનો અંત પણ સ્માર્ટફોનથી થાય છે. આ ઈન્ટરનેટને કારણે દુનિયા ખૂબ જ નાની બની ગઈ છે, દૂર બેસેલા વ્યક્તિ સાથે પણ ખૂબ જ સરળતાથી થઇ શકે છે. પણ સાથે જ સ્માર્ટફોનની એક તકલીફ એ પણ છે કે લોકો પોતાના ફોનને પાસવર્ડથી લોક કરીને રાખે છે, જેથી કોઈ તેમનો પર્સનલ ડેટા જોઈ ન જાય. કારણ કે બેન્કિંગથી લઈને ઓનલાઇન પેમેન્ટ કરવાની એપ્લિકેશન અને બધો જ ડેટા લોકો ફોનમાં રાખતા થઇ ગયા છે જેથી ફોનને લોક રાખવો પણ જરૂરી છે.

Image Source

આપણી ઘણી જરૂરિયાતોનું ધ્યાન રાખતો મોબાઈલ ફોન માત્ર કોલ, મેસેજ અને મનોરંજન માટે જ કામ નથી આવતો પણ ઇમર્જન્સીમાં કોઈ વ્યક્તિનું જીવન પણ બચાવે છે. બધાના ફોનમાં Emergency call ની સુવિધા દરેકના ફોનમાં હાજર હોય છે, પણ માત્ર ગણતરીના લોકો જ જાણે છે કે આ સુવિધા કેટલા કામની છે અને જરૂરી છે.

સૌથી પહેલા Emergency call ની સુવિધા વિશે વાત કરીએ તો આજે લગભગ બધા જ સ્માર્ટફોન યુઝર પોતાના ફોનને લોક કરીને રાખે છે. પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોકને કારણે, કોઈ પણ વ્યક્તિ તમારો ફોન ખોલી શકતું નથી. આ સિક્યોરિટી ફીચરથી ફોનની ગોપનીયતા બની રહે છે, પરંતુ જરા વિચારો કે જો કોઈ વ્યક્તિ કોઈ પ્રકારના અકસ્માતનો શિકાર બને, તો તેના પરિવારના સભ્યોને જાણ કરવી સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે. અને આવી સ્થિતિમાં, ફોનનું લોક એક મોટી સમસ્યાનું કારણ બને છે. Emergency call ની સુવિધા આવી જ પરિસ્થિતિઓ માટે બની છે, જેમાં અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિના પરિવારના સભ્યોને ફોનને અનલોક કર્યા વિના માહિતગાર કરી શકાય છે.

Image Source

આ રીતે કરો સ્માર્ટફોનમાં Emergency call એક્ટિવ:

1. સૌથી પહેલા ફોનને લોક કરો અને હોમ પેજ પર આવો.

2. અહીં, જ્યારે તમે ફોનને અનલોક કરવાનો પ્રયાસ કરશો ત્યારે ઇમરજન્સી કોલનો વિકલ્પ દેખાય છે, તેને દબાવો.

3. Emergency call ને ટચ કરતા જ કીપેડ ખુલશે અને સાથે જ તમને સ્ક્રીન પર ‘+’ Emergency Contact એટલે કે ઇમર્જન્સી કોલ નંબર એડ કરવાનો વિકલ્પ મળશે. એના પર ટચ કરો.

4. ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર જોડતા પહેલા ફોનને અનલોક કરવાની ડિમાન્ડ આવશે. ફોનને અનલોક કરો.

5. ફોનને અનલોક કર્યા પછી કોન્ટેક્ટ લિસ્ટ ખુલશે એમાંથી તમારા પરિવારજનો કે મિત્રોનો નંબર સિલેક્ટ કરી લો.

6. નંબર સિલેક્ટ કર્યા પછી, ફોનમાં બેક બટન દબાવો, ઇમરજન્સી સંપર્ક વિકલ્પ અહીં આવશે અને તમે અહીં પસંદ કરેલા સંપર્કોને પણ જોઈ શકશો.

7. આ કોન્ટેક્ટ નંબરો તમારા Emergency Contact લિસ્ટમાં ઉમેરાઈ ગયા છે. સાથે જ ઘણા ફોનમાં, અહીં તમારી મેડિકલ ઇન્ફોર્મેશન ભરવાનો વિકલ્પ પણ હશે. તમે બ્લડગ્રૂપ અથવા કોઈપણ બીમારી તમને હોય તો એ વિશે અહીં માહિતી ઉમેરી શકો છો, જે કટોકટીના સમયમાં મદદ કરશે.

એકવાર Emergency Contact લિસ્ટમાં ફોન નંબર નંખાઈ ગયા બાદ કોઈ પણ વ્યક્તિ તમારો ફોન અનલોક કર્યા વિના જ એમાંથી સિલેક્ટ કરવામાં આવેલા લોકોના નંબર પર કોલ કરી શકશે.

Image Source

આ નંબરો ફોનબુકથી પણ સિલેક્ટ કરી શકો છો:

1. Emergency call વિકલ્પ સિવાય તમે સીધા ફોનબુકથી કે કોન્ટેક્ટ લિસ્ટમાં જઈને પણ ઇમર્જન્સી કોલ માટે નંબરોને પસંદ કરી શકો છો.

2. કોન્ટેક્ટ લિસ્ટ કે ફોનબુક ઓપન કરો અને એ કોન્ટેક્ટ પર જાઓ કે જેને તમે Emergency call તરીકે એડ કરવા માંગો છો.

3. કોન્ટેક્ટને ઓપન કરશો તો અહીં નામ, નંબર, ઈમેલ, સાથે જ Add to Emergency Contacts નો વિકલ્પ પણ મળશે. જેને ટચ કરો.

4. nambarne એડ કરતા જ એ તમારા Emergency Contact લિસ્ટમાં samel થઇ જશે.

5. એકથી વધુ લોકોને Emergency Contacts માં જોડવા માટે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

આ રીતે થશે યુઝ –

Image Source

એકવાર લિસ્ટમાં નંબરો એડ કર્યા બાદ એ Emergency Contacts લિસ્ટમાં સેવ રહેશે.

– જો તમે કોઈ અન્ય વ્યક્તિના ફોનથી Emergency Call કરવા માંગો છો તો હોમ બટન કે ફિંગરપ્રિન્ટ સેન્સર દબાવો.

– ખોટું ટચ થવાને કારણે એમાં ફોનનું પેટર્ન કી-પેડ ખુલી જશે.

– આ કિપેડની નીચે જ Emergency Call નો વિકલ્પ દેખાશે, એના પર ક્લિક કરો.

– ક્લિક કરતા જ Emergency Contact લિસ્ટ ખુલી જશે. અને તમે એમાંથી દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિના પરિજનોને જાણ કરી શકશો.

Image Source

કોઈ પણ કોન્ટેક્ટ પર ક્લિક કરતા જ એ નંબર પર ઇમર્જન્સી કોલ લાગી જશે અને તમે જે-તે વ્યક્તિને જાણ કરી શકશો.
Emergency call સુવિધાનું મહત્વ અને આવશ્યકતાને જોઈને આપણે પોતાના અને સાગા-સંબંધીઓના ફોનમાં પણ આ સુવિધાને એક્ટિવ કરવી જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.