હાલમાં સોશિયલ મીડિયા પર બે યુટ્યુબર્સ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. એક ધ્રુવ રાઠી અને બીજો એલ્વિશ યાદવ. ધ્રુવ રાઠી ફેક્ટ ચેક અને અન્ય વિવિધ મુદ્દાઓ પર વિગતવાર વીડિયો બનાવવા માટે જાણીતો છે. એલ્વિશ યાદવે હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ પર તેના વિશેનો એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેણે એવી ઘણી વાતો કહી જે ધ્રુવ રાઠીના સમર્થકોને પસંદ ન આવી. ત્યારથી બંને યુટ્યુબર્સના સમર્થકો સોશિયલ મીડિયા પર એકબીજાની ટીકા કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.
ધ્રુવ રાઠી અને એલ્વિશ યાદવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યાં છે. એલ્વિશના ચાહકો હેશટેગ- “#Ninth_fail_Dhruv” જ્યારે ધ્રુવના ચાહકો હેશટેગ “#Anpadh_Elvish Chapri Hai” ટ્રેંડ કરી રહ્યા છે. પોતાના વીડિયોમાં એલ્વિશે આરોપ લગાવ્યો કે ધ્રુવ રાઠીએ આમ આદમી પાર્ટી માટે ગીતો બનાવ્યા છે. તે પાર્ટીનું ઓફિશિયલ પેજ હેન્ડલ કરતો હતો. 41 મિનિટના આ વીડિયોમાં એલ્વિશ યાદવ ધ્રુવ વિશે ઘણી વાતો કહેતો જોવા મળી રહ્યો છે.
તેણે ધ્રુવના એક્સપોઝ વાળા વીડિયોનો પણ જવાબ આપ્યો, જેમાં તેણે એલ્વિશનો ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ધ્રુવ રાઠીના ફેન્સ ગુસ્સે થઈ ગયા. જો કે, ધ્રુવ રાઠીએ આ અંગે કંઈ ટ્વીટ કર્યું નથી. પરંતુ એલ્વિશ યાદવે ઘણી ટ્વિટ કરી છે. તેણે ધ્રુવને લગતા વાંધાજનક હેશટેગનો પણ વ્યાપક ઉપયોગ કર્યો છે. તે ધ્રુવ રાઠીના જૂના વીડિયોના સ્ક્રીનશૉટ્સથી લઈને તેના પ્રશંસકોના જવાબોના સ્ક્રીનશૉટ્સ સુધી બધું જ ટ્વીટ કરી રહ્યો છે.
વીડિયોની શરૂઆતમાં એલ્વિશ જર્મન શેફર્ડ ડોગ વિશે વાત કરે છે. ત્યારબાદ તે એક ડોગ સાથે પણ દેખાયો. વીડિયોમાં થંબ ઇમેજમાં પણ ડોગની તસવીર છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આવું કરીને એલ્વિશે ધ્રુવ પર નિશાન સાધ્યું છે. આ તમામ બાબતોને કારણે ધ્રુવ રાઠીના ફેન્સ ખૂબ નારાજ છે. હવે ધ્રુવ રાઠીના સમર્થકો એલ્વિશને ટ્રોલ કરી રહ્યા છે અને એલ્વિશ યાદવના સમર્થકો ધ્રુવ રાઠીને ટ્રોલ કરી રહ્યા છે.