એલન મસ્કના પિતાની ગંદી હકિકત આવી સામે, 35 વર્ષિય દીકરી સાથે બનાવી રહ્યા હતા સંબંધ, બે બાળકો પણ છે

જોઈ લો દુનિયાના સૌથી ધનવાન માણસના રંગીલા બાપને! 35 વર્ષીય સાવકી દીકરી સાથે સંબંધ બનાવી બે બાળકોનો બાપ બની ગયો

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કના પરિવારથી એક ગંદી હકિકતનો ખુલાસો થયો છે. સ્પેસએક્સ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્કના 76 વર્ષિય પિતા એરોલ મસ્કે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એરોલ મસ્કે જણાવ્યુ કે, તેમનના તેમની 35 વર્ષિય સાવકી દીકરી જાના બેજુઇડેનહાઉસ સાથે સંબંધ છે. આટલું જ નહિ, તેને દીકરીથી બે બાળકો પણ છે. તેમણે જણાવ્યુ કે, ત્રણ વર્ષ પહેલા તેમની સાવકી દીકરીએ બીજા બાળકને જન્મ આપ્યો હતો.

આ ઘણુ સીક્રેટ છે. એરોલ મસ્ક અને તેમની દીકરીનો એક પાંચ વર્ષનો છોકરો પણ છે. જેનું નામ એલિયટ રશ છે, જેનો જન્મ 2017માં થયો હતો. તે બાદ વર્ષ 2019માં બેજુઇડેનહાઉટે બીજી બાળકને જન્મ આપ્યો. એટલે કે એરોલ મસ્કના ટેસ્લાના સીઇઓ એલન મસ્ક સહિત કુલ સાત બાળકો છે. જણાવી દઇએ કે, જાના બેજુઇડેનહાઉટ એરોલ મસ્કની બીજી પત્ની હીડ બેજુઇડેનહાઉટની દીકરી છે. એરોલ મસ્કે વર્ષ 1979માં એલન મસ્કની માતા મેય હલ્દમૈન મસ્ક સાથે અલગ થયા બાદ લગ્ન કર્યા હતા.

આ લગ્નથી તેને ત્રણ બાળકો છે- એલન, કિમ્બલ અને ટોસ્કા. તે બાદ એરોલ મસ્કે એક વિધવા મહિલા હેડી બેજુઇડેનહાઉટ સાથે લગ્ન કર્યા, જેના પહેલાથી જ બે બાળકો હતા અને તેમાં જાના બેજુઇડેનહાઉટ સામેલ હતી. ત્યારે તેની ઉંમર ચાર વર્ષ હતી. એરોલ અને હેડીના પણ બે બાળકો છે. 18 વર્ષ સુધી સાથે રહ્યા બાદ એરોલ મસ્કના હેડી સાથે પણ છૂટાછેડા થઇ ગયા. જ્યારે મસ્ક પરિવારને ખબર પડી કે જાના અરોલના બાળકની માતા બનવાની છે, ત્યારે બધાને ઘણો આઘાત લાગ્યો હતો.

આનાથી એરોલ મસ્ક અને એલન મસ્કના સંબંધોમાં કડવાહટ આવી ગઇ હતી. આ વાતને લઇને આજ સુધી એલન મસ્ક તેના પિતાને પસંદ નથી કરતા. ન્યુયોર્ક પોસ્ટ અનુસાર, એરોલ મસ્કે બ્રિટિશ ટેબ્લોઇડને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યુ- પૃથ્વી પર માત્ર એક જ વસ્તુ છે, તે છે પ્રજનન કરવું. એલોર અને જાના વચ્ચે ઉંમરમાં 41 વર્ષનું અંતર છે. જો કે, એરોલે કહ્યુ હતુ કે, તે અને જાના હવે સાથે નથી રહેતા.

Shah Jina