કોણ છે 23 વર્ષ નાની છોકરી ? જેણે દુનિયાના સૌથી અમીર માણસને પટાવ્યો છે…
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક એકવાર ફરી ચર્ચામા આવી ગયા છે. મસ્કની પોતાની નવી ગર્લફ્રેન્ડ નતાશા બેસેટ સાથેની તસવીરો સામે આવી છે. 50 વર્ષિય મસ્ક અને 27 વર્ષિય નતાશાને હાલમાં જ એક લગ્ઝરી હોટલમાં લંચ કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. નતાશા અભિનેત્રી છે. નતાશા બેસેટ મસ્કની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની ગર્લફ્રેન્ડ છે. સોશિયલ મીડિયા પર લોકો નતાશા બેસેટ વિશે જાણવા ઉત્સુક છે. લોકો સૌથી અમીર વ્યક્તિની ગર્લફ્રેન્ડ વિશે જાણવા માંગે છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની રહેવાસી નતાશાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. 14 વર્ષની ઉંમરે તેણે રોમિયો એન્ડ જુલિયટ જુલિયટની ભૂમિકા ભજવીને ઘણી ચર્ચાઓ મેળવી હતી. નતાશા બેસેટ એક ઓસ્ટ્રેલિયન-અમેરિકન અભિનેત્રી છે. અભિનયની સાથે નતાશા પટકથા લેખક અને દિગ્દર્શક પણ છે. તે 2017માં મ્યુઝિક આઇકોનની લાઇફટાઇમ બાયોપિકમાં બ્રિટની સ્પીયર્સ ભજવ્યા પછી એક પરિચિત ચહેરો બની હતી. જે બાદ 19 વર્ષની ઉંમરે નતાશા એક્ટિંગ શીખવા ઓસ્ટ્રેલિયાથી ન્યૂયોર્ક ગઈ.
આ પછી વર્ષ 2014માં નતાશા બેસેટે એક શોર્ટ ફિલ્મ કાઇટનું નિર્દેશન કર્યું. તેની ફિલ્મ રોડ આઇલેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવી હતી. હાલમાં નતાશા અમેરિકામાં રહે છે. તેણે ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. એલોન મસ્ક અને તેની નવી ગર્લફ્રેન્ડની તસવીરો જોઈને લોકો અટકળોના સાગરમાં ડૂબી ગયા છે. આ તસવીરો આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાયેલી છે. આ બધું ત્યારે થયું જ્યારે મસ્કને ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝમાં ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બેસેટ સાથે સ્પોટ કરવામાં આવ્યા.
ડેઈલી મેલના એક અહેવાલ મુજબ, મસ્ક અને બેસેટ લંચ માટે ચેવલ બ્લેન્ક હોટેલમાં ગયા હતા, જ્યાં એક રાતના રૂમનું ભાડું 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. લંચ પછી બંને બીચની નજીક ફરતા પણ જોવા મળ્યા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે 27 વર્ષની નતાશા બસેટ 50 વર્ષની મસ્કની અત્યાર સુધીની સૌથી નાની ગર્લફ્રેન્ડ છે. આ સાથે લોકો નતાશા વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કોણ છે. રિપોર્ટ્સ અનુસાર નતાશા બિઝનેસમેન એલોન મસ્કની નવી ગર્લફ્રેન્ડ છે. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ ફેબ્રુઆરી 2022થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા નતાશા અને મસ્ક પ્રાઈવેટ જેટમાં લોસ એન્જલસમાં ઉતરતા જોવા મળ્યા હતા. ત્યારથી ચર્ચાઓએ બજાર ગરમ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, મસ્ક ઘણીવાર તેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. તે 7 બાળકોનો પિતા છે અને તેના ત્રણ વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે.
View this post on Instagram