નામમાં શું રાખ્યું છે? – આવું ભલે કોઈ ડાહ્યો માણસ કહી ગયો હોય પણ દુનિયામાં તો નામનું ઘણું મહત્ત્વ છે! બાળક જન્મે ત્યારે સૌથી વધારે ઉત્સુકતા તેનું નામ પાડવાને લઈને હોય છે. લોકો અવનવાં નામ બાળકને આપતા હોય છે. ચીલાચાલુ પ્રથાથી અલગ દેખાવાની લ્હાયમાં કોઈ વળી વિચિત્ર એવાં નામો પણ આપે છે. પણ અહીં જે વાત કરવી છે, જે નામની વાત કરવી છે તે તો એકદમ જ વિચિત્ર છે!

આ તે કેવું નામ?:
ટેસ્લા અને સ્પેસ-એક્સ જેવી કંપનીઓના માલિક અને ભેજાબાજ સંશોધક એલન મસ્કનું નામ જગતનું થોડુંઘણું જ્ઞાન રાખતા લોકોને કાને પડ્યું જ હશે. દુનિયાના સૌથી પાવરફૂલ લોકોની યાદીમાં એલનનું નામ ઉમેરવામાં આવે છે. સામાન્ય બુદ્ધિથી જે ખ્યાલો તરંગી લાગે તેને એલન મસ્ક સાકાર કરે છે! મંગળ પર વસાહત સ્થાપવાને તેનો પ્રયાસ ચાલુ છે. ઇલેક્ટ્રિક કાર બનાવતી સૌથી મોટી કંપની ‘ટેસ્લા’નો તે માલિક છે.
આ એલન મસ્કના ઘરે હમણાં પુત્રજન્મ થયો છે. તેની કેનેડિયન સિંગર ગર્લફ્રેન્ડ ગ્રિમ્સે પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એલન મસ્કે ટ્વિટ કરીને આ નવજાત બાળકનું નામ લોકોને બતાવ્યું. નામ છે : X Æ A-12 !

આને બોલવું કેમ?:
લોકોનું મગજ ચક્કર ખાઈ ગયું જ્યારે તેમણે આવું નામ જાણ્યું! માન્યું કે, એલનનું દિમાગ સામાન્ય માણસની બુદ્ધિથી સમજવું શક્ય નથી એવું કહેવાય છે. પણ સાવ આવું પણ હોય? લોકો સોશિયલ મીડિયા પર આ નામને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. અમુક નામનો અર્થ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો અમુક એ જ પૂછે છે કે આ નામનો ઉચ્ચાર શી રીતે કરવો? સોશિયલ મીડિયા પર એલનના દીકરા ‘X Æ A-12 મસ્ક’ના નામના મિમ્સ ફરી રહ્યા છે.
જો કે, બાદમાં બાળક X Æ A-12ની માતા ગ્રિમ્સે પોસ્ટ કરીને આ નામનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ લગભગ કોઈને ના સમજાયો. અમુક મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે, કે આ નામ એલન અને ગ્રિમ્સના ફેવરીટ પ્લેનનું છે. એટલે એ પરથી પણ નામ રાખવામાં આવ્યું હોઈ શકે.

ઉલ્લેખનીય છે, કે મૂળે સાઉથ આફ્રિકામાં જન્મેલ એલન મસ્ક ટેસ્લા અને સ્પેસ-એક્સ કંપનીઓનો માલિક છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કંપની Paypalના સ્થાપકોમાંનો પણ તે એક છે. એલનની સિદ્ધિઓ ઘણી છે. ટ્વિટર પર તે ઘણી વાર ચર્ચામાં પણ રહે છે. પોતાની જ કંપનનીને લાખો ડોલરનું નુકસાન તેનાં એકમાત્ર ટ્વિટથી થયું હતું – એવો પણ દાખલો બની ચૂક્યો છે. મસ્ક બિટકોઇનની લ્હાણી કરતા ટ્વિટ બદલ પણ ચર્ચામાં રહેલ છે.
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.