ખબર

જો તમારામાં પણ આ વસ્તુ તૈયાર કરવાની તાકાત છે તો તમે પણ જીતી શકો છો 730 કરોડ રૂપિયા. એલન મસ્કે આપી શાનદાર ઓફર

કરો આ કામ અને જીતો 730 કરોડ રૂપિયા

આજે દરેક જગ્યાએ એક જ ચર્ચા છે. ટેસ્લા કાર. આ કાર બનવનાર એલન મસ્ક પણ એટલો જ ચર્ચામાં છે, ત્યારે એલન ફરીવાર પોતાની એક શાનદાર સ્કીમને લઈને ચર્ચામાં  આવ્યો છે. એલને ટ્વીટ કરીને એક શાનદાર ઓફર આપી છે.

Image Source

એલને આપેલી ઓફર પ્રમાણે વાયુમંડળમાં વધતા કાર્બન ડાઇ ઓક્સાઇડ અને કાર્બન ઉત્સર્જન તે તેનું સમાધાન શોધી રહ્યા છે. જેના માટે  કેપ્ચર કરવા વળી સૌથી સારી ટેક્નોલોજી બનાવવા વાળાને કરોડો રૂપિયાની રાશિનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

એલને ટ્વીટ કરીને જણાવ્યું છે કે કાર્બન ડાઇ ઓક્સાઇડ ઉત્સર્જનને કેપ્ચર કરવા વાળી સૌથી સારી ટેક્નોલોજી બનાવવા વાળને 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 730.2 કરોડ રૂપિયા ઇનામ આપશે. તેમને લખ્યું છે કે “સર્વશ્રેષ્ઠ કાર્બન કેપ્ચર તકનીક માટે 100 મિલિયન ડોલર ઇનામ આપી રહ્યો છું. તો બીજી એક ટ્વીટમાં તેમને જણાવ્યું છે કે તેના વિશેની વધારે જાણકારી તેઓ આવતા અઠવાડિયે આપશે.