અજબગજબ વાયરલ

આખા આઈલેન્ડ ઉપર બનેલું એકમાત્ર ઘર, જેની તસવીરો થઇ રહી છે વાયરલ, જાણો કોનું છે આ એકલવાયું ઘર ?

કોઈ શાંત જગ્યાએ જઈને સમય વિતાવવો દરેક વ્યક્તિનું સપનું હોય છે. એટલા માટે ઘણા લોકો પ્રવાસમાં કોઈ આઇલેન્ડ ઉપર જવાનું પસંદ કરે. ત્યાં એક શાંતિનો અનુભવ થાય, પરંતુ વધુ દિવસ સુધી ત્યાં પણ તમે કંટાળી જાવ. શહેરોના ઘોંઘાટથી દૂર અને કોઈ મહામારી પણ જ્યાં સ્પર્શી ના શકે એવી જગ્યાએ જવા કોણ ના ઈચ્છે? આજકાલ એવા જ એક ઘરની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે ? હવે લોકો એ જાણવા માંગે છે કે આઇલેન્ડ ઉપર આવેલું આ એકમાત્ર ઘર છે કોનું?

Image Source

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલો આ આઇલેન્ડ અને એકલવાયું ઘર દક્ષિણમાં આવેલું છે. અહીંયા કેટલાક પરિવારો 18મી અને 19મી સદીમાં રહેતા હતા. પરંતુ 1930માં અહીંયાના ઘણા પરિવારો રોજી રોટીની શોધમાં અહિયાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ આ દ્વીપ વેરાન બની ગયો.

Image Source

આ દ્વીપ ઉપર રહેલું એકમાત્ર ઘર જોઈને ઘણી વાર્તાઓ પણ તેની સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ ઘરને કોઈ કરોડપતિ માણસે બનાવ્યું હતું. કારણ કે ભવિષ્યમાં આવવા વાળી જોમ્બિ તબાહીથી બચી શકાય.

Image Source

આ દ્વીપનું નામ છે એલિયાએ. આ આઇલેન્ડ દક્ષિણમાં સ્થિત વેસ્ટમાનાયેઆર આર્કિપેલાંગોની પાસે એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત છે. એલિયાએ દ્વીપ ઉપર બનેલા આ ઘરને લઈને એક બીજી અફવા પણ ફેલાયેલી છે કે આ ઘરને પ્રખ્યાત ગાયક જોર્ક દ્વારા બનાવવામાં આવ્યું છે.

Image Source

આ દ્વીપની આસપાસ ઘણી મોટી સંખ્યામાં માછલીઓ રહેલી છે. સરકાર દ્વારા આદેશ મળવા ઉપર અહીંયા માછીમારો માછલી પકડવા આવે છે. દ્વીપ ઉપર રહેલા એક માત્ર ઘરની અંદર માછીમારો માટેની તમામ સુવિધાઓ પણ રહેલી છે.