બ્રિટનનાં મહારાણી એલિઝાબેથનું 96 વર્ષે નિધન, તસ્વીરોમાં જુઓ પહેલા કેટલા સુંદર દેખાતા હતા

ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું આજે ગુરુવારે 96 વર્ષની ઉંમરે નિધન થયું છે. ક્વિન એલિઝાબેથના નિધન અંગે યુનાઈટેડ કિંગડમના રોયલ પરીવાર દ્વારા જાણકારી આપવીમાં આવી છે. ગઈકાલે ક્વિન એલિઝાબેથની (Queen Elizabeth ) તબિયત ખરાબ થઈ હતી. ક્વિનના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી અને આરામ કરવા માટે સૂચન કર્યું હતું.

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથનું 96 વર્ષે નિધન, તસ્વીરોમાં જુઓ પહેલા કેટલા સુંદર દેખાતા હતા. બકિંગહામ પેલેસ તરફથી આજે ગુરુવારે બપોરે જાહેર કરાયેલા એક સ્ટેટમેન્ટ મુજબ : “આજે સવારે વધુ મૂલ્યાંકન કર્યા પછી, રાણીના ડોકટરો મહારાણીના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ રહેવાની ભલામણ કરી હતી.”

બકિંગહામ પેલેસના ડોકટરોએ તેઓને આરામ કરવાની સલાહ આપ્યા બાદ મહારાણી એલિઝાબેથે બુધવારે વરિષ્ઠ સરકારી સલાહકારોની બેઠક મુલતવી રાખી હતી. લિઝ ટ્રસને યુકેના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યાના એક દિવસ બાદ જ ક્વિન એલિઝાબેથના સ્વાસ્થ અંગે ત્યાંના ડોક્ટરોએ આ માહિતી આપી હતી.

96 વર્ષીય બ્રિટનના મહારાણીની ગયા વર્ષે ઓક્ટોબરમાં ઘણી વખત તબિયત ખરાબ થયા પછી સાજા થયા હતા. જોકે આ કારણે તેમને ચાલવા અને ઉભા થવામાં પરેશાની થતી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને કોરોના થયો હતો. તેમાંથી સ્વસ્થ થયા પછી તેમની હાલત ઠીક રહેતી ન હતી. 20 નવેમ્બર 1947નાં રોજ તેમણે ગ્રીસના પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યાં.

તેઓ પ્રિન્સ એન્ડ્રયૂ ઓફ ગ્રીસ એન્ડ ડેનમાર્ક અને પ્રિન્સેસ એલિસ ઓફ બેટનબર્ગના એકમાત્ર પુત્ર હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષ 2022 ના જૂનમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2ના શાસનના 70 વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંગે તેમના દીકરા પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પુત્ર પ્રિન્સ વિલિયમે બકિંગહામ પેલેસની સામે એક ખાસ કોન્સર્ટમાં રાણીનું સન્માન કર્યું હતું.

પેલેસ સમારંભમાં ઓપન પાર્ટીમાં આશરે 22,000 લોકો એકઠા થયા હતા, જેની સામે ડાયના રોસ, રોક બેન્ડ ક્વીન, ડુરાન ડુરાન, એલિસિયા કીઝ અને અન્ય કલાકારોએ પર્ફોમન્સ આપ્યું હતું.

PM મોદીજી એ ટ્વીટ કરી શું લખ્યું? ‘મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અમારા સમયની દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતાનો પરિચય આપ્યો. તેમના મૃત્યુથી હું દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા સંવેદના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે’

YC