ફિલ્મી દુનિયા

રાતોરાત ફેમસ રાનૂ મંડલની દીકરીએ રાઝ ખોલ્યું, દીકરીએ કહ્યું, ‘મારી મમ્મીને એટિટ્યૂડ….’

રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન કરનાર રાનુ મંડલ એક વીડિયોના કારણે રાતો રાત સ્ટાર બની ગઈ હતી. ત્યારબાદ રાનુ મંડલે બેકગ્રાઉન્ડ સીંગર તરીકે ડેબ્યુ કર્યું હતું. રાનુ મંડલ જયારે સ્ટાર બની ત્યારે તેના ફેન્સનો સપોર્ટ તેને બધા જ વીડિયોમાં મળતો હતો. રાનુ મંડલના બેકગ્રાઉન્ડ જોઈને તેને આ સફળતા સુધી પહોંચવા માટે બધા લોકો ખુશ હતા. પરંતુ આજે તે જ રાનુ મંડલ ટ્રોલ થતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

Beach life..#like #himeshreshammiya #love #ranu

A post shared by (@ranu.mondal_) on

હાલમાં જ રાનુ મંડલ તેના ફેન્સ સાથે ખરાબ વર્તનના કારણે ટ્રોલ થઇ હતી. રાનુ મંડલ ના આ ખરાબ વર્તનના કારણે તે ટ્રોલ થઇ હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાને કારણે રાનુ મંડલ તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું પરંતુ તેની પુત્રી એલિઝાબેથે આ મામલે નિવેદન આપ્યું છે.

 

View this post on Instagram

 

After 10 year #ranu #himeshreshammiya #singers #daughter #love

A post shared by (@ranu.mondal_) on

રાનુ મંડલની દીકરી એલિઝાબેથે કહ્યું હતું કે, મારી માતાને આવી રીતે ટ્રોલ થતી જોઈને હું બહુ જ દુઃખી છું. આ સાથે જ એલિઝાબેથે ખુલાસો કર્યો હતો કે, મારી માતા સાથે હંમેશાથી એટીટ્યુડ પ્રોબ્લેમ રહ્યો છે.આ કારણે પહેલા પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. વધુમાં એલિઝાબેથે કહ્યું હતું કે, જે માણસે તેની જિંદગીમાં આટલો સંઘર્ષ કર્યા બાદ સફળતા મેળવી હોય તેને લોકો ટ્રોલ કરી રહ્યા છે જે બહુજ દુઃખદ છે. એલિઝાબેથે વધુમાં કહ્યું હતું કે, ભલે રાનુ મંડલને લોકો ટ્રોલ કરે પરંતુ લોકો હંમેશા રાનુના મ્યુઝિક માટે પ્રેમ કરે અને તેના ગીત સાંભળે.

જણાવી દઈએ કે, હાલમાં જ રાનુ મંડલની હેવી મેકઅપવાળી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરને લઈને બધા લોકોએ રાનુ મંડલની મજાક ઉડાવી હતી. ઘણા લોકોએ આ તસ્વીરના મિમસ બનાવ્યા હતા તો ઘણા લોકોએ એ પણ કહી દીધું હતું કે રાનુ મંડલ ભુત જેવી લાગે છે.

 

View this post on Instagram

 

We grow because we struggle, we learn and overcome #ranu # ranuofficial #like #himesh

A post shared by (@ranu.mondal_) on

જણાવી દઈએ કે, રાનુ મંડલના અવાજથી ઈમ્પ્રેસ થઇને હિમેશ રેશમિયાએ તેની ફિલ્મમાં ગીત ઓફર કર્યું હતું. સોશિયલ મીડિયા સેન્સેશન રાનુ મંડલે હિમેશ રેશમિયા સાથે ત્રણ-ત્રણ ગીત ગાયા હતા.જેમાં તેરી મેરી કહાની, આદત અને આશિકી મેં તેરી શામેલ છે.

 

View this post on Instagram

 

Old memories #ranumondal #himeshreshammiya #love #newyork #memories #singer #family #famous #viral

A post shared by (@ranu.mondal_) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.