અજબગજબ

હાથીનો એક પગ નહોતો તો એક વ્યક્તિએ તેને કુત્રિમ પગ આપીને મહેકાવી માનવતા મહેક, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

માણસને શરીરનું કોઈ અંગ કપાઈ જાય કે તૂટી જાય તો કેટલી તકલીફ પડતી હોય છે, મનુષ્ય ઘણા નવા કુત્રિમ અંગો પણ નંખાવતો હોય છે, જેના દ્વારા તેને સહાયતા મળી શકે, પરંતુ કોઈ પ્રાણીનું કોઈ અંગ કપાઈ જાય, તૂટી જાય કે જન્મથી જ ના હોય તો? તેને કેટલી તકલીફ પડી શકે, એ બિચારું અબોલ પ્રાણી પોતાની વેદના પણ કોઈને નથી જણાવી શકતું.

Image Source

આ બધા વચ્ચે જ એક એવો હાથી હતો જેનો એક પગ નહોતો, પરંતુ એક વ્યક્તિથી આ હાથીનું દુઃખ જોયું ના ગયું અને તેને હાથી માટે કુત્રિમ પગ બનાવડાવી માનવતાની મહેક પ્રસરાવી છે. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

આ વિડીયોને આઈએએસ સુપ્રિયા સાહુએ પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે. અને સાથે જ કેપશનમાં લખ્યું છે: “કુત્રિમ પગની મદદથી હાથીનું ફરીથી ચાલવું તેના માટે નવું જીવન મળ્યા બરાબર છે. એક પ્રાણી જગત માટે બહુ જ સુંદર યોગદાન છે. એ લોકોને સલામ જે તેને શક્ય બનાવી રહ્યા છે.”

આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે એ કોઈને નથી ખબર, પરંતુ આ આ વિડીયો જોઈને ઘણા લોકો ભાવુક થઇ રહ્યા છે. અને હાથીને કુત્રિમ પગ આપનાર વ્યક્તિની પ્રસંશા પણ કરી રહ્યા છે.