અજબગજબ ખબર

ધામ ધુમથી મનાવવામાં આવ્યો હાથીના બચ્ચાનો જન્મ દિવસ, પાર્ટીમાં આવ્યા 15 હાથી, વિડીયો જોઈને તમે પણ ખુશ થઇ જશો

આપણા દેશમાં ઘણા પશુ પ્રેમીઓ છે. જે પોતાના પાલતુ પ્રાણીઓની ખુબ જ સારી રીતે દેખરેખ પણ રાખે છે. અને સોશિયલ મીડિયા દ્વારા તે પ્રાણીઓ પ્રત્યેના પોતાના પ્રેમને પણ બતાવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર પશુ પ્રેમનો એક એવો જ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક હાથીના બચ્ચાનો જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

 

Image Source

હાલમાં જ તિરૂવનંતપુરમના એક એલીફન્ટ રેસ્ક્યુ સેન્ટરમાં એક વર્ષના નાના હાથીના બચ્ચાનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. આ હાથીના બચ્ચાનો પહેલો જ જન્મ દિવસ હોવાના કારણે તેને ધૂમધામથી મનાવવામાં આવ્યો.

Image Source

હાથીના બચ્ચાના જન્મ દીવસ માટે એક ખાસ કેક પણ લાવવામાં આવી હતી. તે બચ્ચાનું નામ શ્રીકુટ્ટી રાખવામાં આવ્યું છે. જે કેક ઉપર લખેલું પણ જોવા મળી રહ્યું છે. આ જન્મ દિવસની ઉજવણીમાં બીજા 15 હાથીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે બીજા હાથીઓ માટે પણ ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Image Source

હાથીના આ ખાસ જન્મ દીવસની પાર્ટીમાં સ્ટેટ ફોરેસ્ટ સેક્રેટરી પણ હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર તેની તસવીરો અને વિડીયોને ખુબ જ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે અને આ કામનું ખુબ પ્રસંશા પણ કરી રહ્યા છે.

શ્રીકુટ્ટી જન્મ બાદ જ ક્રિટિકલ કંડિશનની અંદર જંગલમાંથી લાવવામાં આવ્યો હતો. તેના બચવાના ચાન્સ બહુ જ ઓછા હતા પરંતુ રેસ્ક્યુ સેન્ટરના ડોક્ટરોએ તેનું ખાસ ધ્યાન રાખીને શ્રીકુટ્ટીને નવું જીવન આપ્યું. 6 મહિના સુધી તેને બાળકોને આપવામાં આવતું સ્પેશિયલ બેબી ફૂડ, નારિયેળનું પાણી અને છોલેલા કેળા ખવડાવવામાં આવ્યા.