નાના છોકરાની જેમ જીદ ઉપર ભરાયું હાથીનું બચ્ચું, તેના બેડ ઉપર સુઈ ગયો એક વ્યક્તિ પછી કર્યું એવું કે જોઈને તમે પણ ખુશ થઇ જશો

માણસ અને હાથીની મિત્રતા ઘણી જૂની છે, આજે પણ હાથી અને માણસની મિત્રતાના ઘણા પુરાવા મળે છે, તેના ઉપર ઘણી ફિલ્મો પણ બની ગઈ છે, ઘણા હાથી અને તેમના બચ્ચા એવી ક્યૂટ ક્યૂટ હરકતો કરે છે કે તેને જોઈને કોઈપણ ખુશ થઇ જાય. ત્યારે હાલ એવા જ એક ક્યૂટ ક્યૂટ હાથીના બચ્ચાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીનું બચ્ચું તેના વાડામાં છે, અને તે ગેટ કૂદીને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, તે બહાર પણ આવી જાય છે, અને ભાગવા લાગે છે, જેના બાદ જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ એક ગાદલામાં સૂતો છે અને હાથીનું બચ્ચું તે વ્યક્તિને ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

વીડિયો જોઈને એમ લાગી રહ્યું છે કે જે વ્યક્તિ ગાદલા ઉપર સુઈ રહ્યો છે તે ગાદલું હાથીના બચ્ચાનું છે અને તેથી જ હાથીનું બચ્ચું તે વ્યક્તિને પોતાના ગાદલા ઉપર સુવા નથી દેતું અને તેને સતત દૂર કરવાના પ્રયાસ કરે છે, આ દરમિયાન તે વ્યક્તિ હાથીના બચ્ચાને ધક્કો પણ મારે છે અને દૂર ધકેલી દે છે, ત્યારે તેની સામે રહેલા છોડમાં હાથીનું બચ્ચું નાના બાળકની જેમ જ રિસાવવા લાગે છે.

આ વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે હાથીનું બચ્ચું અદ્દલ નાના છોકરા જેમ કોઈ વસ્તુ માટે જીદે ભરાય તેમ જીદે ભરાઈ રહ્યું છે, અંતે જોવા મળી રહ્યું છે કે હાથીનું બચ્ચું અને તે વ્યક્તિ બંને ગાદલા ઉપર સુઈ જાય છે. આ વ્યક્તિ હાથીનો રખેવાળ હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તો એક બીજો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં પણ હાથી અને એક માણસની આવી જ ક્યુટનેસ જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક હાથી ઘણો જ દૂર દેખાઈ રહ્યો છે, ત્યારે જ તેનો રખેવાળ રસ્તા વચ્ચે સુવાનો અભિનય કરે છે, ત્યારે હાથીને એમ લાગે છે કે તેના માલિકને કઈ થયું છે.

આવું જોતા જ હાથી દોડતો દોડતો તે વ્યક્તિની પાસે આવે છે, અને જમીન ઉપર સુઈ રહેલા તેના માલિકને તે પોતાની સૂંઢથી ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જયારે તે વ્યક્તિ જમીન ઉપરથી ઉભો થાય છે ત્યારે જ હાથીને પણ સંતોષ થાય છે. આ વીડિયોમાં પણ બંનેનો અપાર પ્રેમ જોવા મળી રહ્યો છે, લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel