ખાડામાં પાડવાનો હતો હાથી અને એજ સમયે ભગવાન બનીને પાછળથી આવ્યું JCB, જોઈને તમે પણ કહેશો, કેટલું શ્રેષ્ઠ કામ કર્યું

સોશિયલ મીડિયાની અંદર રોજ બરોજ ઘણા જ વીડિયો વાયરલ થતા હોય છે, તેમાંથી ઘણા વીડિયો એવા પણ હોય છે જે આપણને વારંવાર જોવાનું મન થાય. તો કેટલાક વીડિયો ભાવુક પણ કરી દેનારા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક હાથી ખાડામાં પાડવા જાય છે એ પહેલા જ JCB તેની મદદે આવી જાય છે.

આ વીડિયોને આઈએફએસ ઓફિસર પરવીન કાસવાન દ્વારા શેર કરવામાં આવ્યો છે. તે લખે છે કે, “જેસીબીએ બતાવી દીધું કે ભગવાનનો હાથ શું હોય છે. વન્ય વિભાગની ટીમે તેને રેસ્ક્યુ કર્યું. જો કે તે પણ છેલ્લે સુધી લડતું રહ્યું. કુર્ગથી.”

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કેવી રીતે એક હાથી ખાડાની એકદમ ટોચ ઉપર છે. તે બહાર નીકળવા માટે પોતાની બધી જ તાકાત લગાવી રહ્યો છે. પરંતુ તે છતાં પણ તે સફળ નથી હતો. અને તેવામાં જ પાછળથી જેસીબીનો પંજો તેને સપોર્ટ કરે છે. અને તે બહાર નીકળી જાય છે. જુઓ તમે પણ આ ખુબ જ શાનદાર વીડિયો….

Niraj Patel