સવાર પડી ગઈ છતાં પણ હોટલના રૂમમાં સુઈ રહી હતી મહિલા, બારીમાંથી હાથીએ અંદર નાખી સૂંઢ અને કર્યું એવું કામ, કે વીડિયો છવાઈ ગયો

સોશિયલ મીડિયા ઉઔર રોજ બરોજ મજેદાર વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે આપણું પણ દિલ જીતી લે છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોયા પછી આપનો પણ દિવસ બની જતો હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે, જેમાં હોટલના રૂમની અંદર એક છોકરીને ઉઠાડવા માટે હાથી આવે છે.

તમે અને હું, સવારે વહેલા જાગવા માટે, ઘણીવાર ઘડિયાળમાં કે મોબાઈલ ફોનમાં એલાર્મ લગાવીને સૂઈએ છીએ જેથી સવારે ઉઠવામાં મોડું ન થાય. જો કે, તે માનવું ખૂબ જ વિચિત્ર છે કે એક હાથી તમને જગાડવા માટે વહેલી સવારે બારીમાંથી આવે છે. તમે તેના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ તે સાચું છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક મહિલા થાઈલેન્ડની એક હોટલના રૂમમાં પલંગ પર આરામથી સૂઈ રહી છે જ્યારે દિવસ આગળ વધી રહ્યો છે. પલંગની બાજુમાં એક બારી છે, જેની બહાર એક હાથી ઊભેલો દેખાય છે. આ હાથી તેની સૂંઢ હલાવીને મહિલાને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જોવામાં ખૂબ જ અલગ અને પેમાળ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Jain (@saakshijaain)

ઊંઘમાંથી જાગીને આ હાથીને જોઈને મહિલા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.આ ક્લિપ 19 જુલાઈના રોજ સાક્ષી જૈન દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. આ વીડિયોને ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી તેને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી છે. તમને જણાવી દઈએ કે હાથી થાઈલેન્ડમાં એક લુપ્તપ્રાય પ્રજાતિ છે, તેમ છતાં આ દેશ લગભગ 2 હજાર જંગલી હાથીઓનું ઘર હોવા માટે પ્રખ્યાત છે. થાઈ સંસ્કૃતિ પર હાથીઓનો પણ ઘણો પ્રભાવ છે.

Niraj Patel