રસ્તા પર જતા ટ્રક વાળા પાસેથી ટેક્સ વસૂલી રહ્યો હતો ગજરાજ, કેમેરામાં કેદ થયો હાથીની દબંગાઈનો નજારો.. જુઓ વીડિયો

ટોલ ટેક્સવાળા જ નહિ હાથી પણ ઉઘરાવે છે ટોલ, જુઓ શેરડીની ટ્રકમાંથી કેવી રીતે ટોલ વસુલ્યો… વાયરલ થયો વીડિયો

ઇન્ટરનેટ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. મોટાભાગના લોકો પ્રાણીઓના વીડિયોને ખુબ જ પસંદ કરતા હોય છે અને તેમાં પણ હાથીના વીડિયો જોવાનું તો કોને ના ગમે. ત્યારે હાલ એવો જ એક વીડિયો યુઝર્સના દિલ જતી રહ્યો છે.

હાથીઓ પણ તેમની ક્યૂટ હરકતો માટે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ દિવસોમાં એક ક્લિપ ખૂબ જોવામાં આવી રહી છે. આમાં એક હાથી રસ્તાના કિનારે આરામથી ઊભો જોવા મળે છે. પણ ભાઈ… શેરડી લઈ જતી ટ્રકને જોતાની સાથે જ તે હિંમતભેર જઈને તેની સામે ઉભો રહે છે.

પછી શું… ડ્રાઈવરે ટ્રક રોકવી પડી. આ પછી ગજરાજ તેની જરૂરિયાત મુજબ શેરડી કાઢે છે, અને ટ્રકને જવા દે છે. તે અનેક ટ્રકો સાથે આવું કરે છે. હાથીની આ સ્ટાઈલ જોઈને જ્યાં કેટલાક યુઝર્સ કહે છે કે માત્ર સરકાર જ નહીં, ગજરાજને પણ ટોલ ટેક્સ વસૂલવાનો અધિકાર છે. તે જ સમયે કેટલાક લોકોએ કહ્યું કે આ વીડિયો બતાવી રહ્યો છે કે હાથી કેટલા બુદ્ધિશાળી છે.

1.46 મિનિટની આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક હાથી રસ્તાના કિનારે ઊભો છે. વાહનો આવે છે, પરંતુ ગજરાજ શેરડી લઈ જતી ટ્રકને જુએ છે કે તરત જ તેની સામે જઈને ઉભો રહે છે. ટ્રક ચાલક વાહન રોકે છે. આ પછી, હાથી તેની પસંદગીની શેરડી કાઢીને ટ્રકને જવા દે છે. એ જ રીતે, જ્યારે બીજી ટ્રક આવે છે, ત્યારે તે સમાન પ્રક્રિયાને પુનરાવર્તિત કરે છે. ટ્રક વાળા પાસેથી ‘ટોલ ટેક્સ’ વસૂલવાની તેની રીત વારંવાર કેમેરામાં કેદ થાય છે, જે હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી રહી છે.

Niraj Patel