પાર્કિંગમાં ઉભેલી કારને રમકડું સમજીને રમાવા લાગ્યો આ મસ્તીખોર હાથી, ડ્રાઈવર વગર જ એવી રીતે ગોળ ગોળ ફેરવી કે વીડિયો જોઈને રહી જશો હેરાન

હાથી ખુબ જ શાંત પ્રાણીઓમાંથી એક છે, પરંતુ જયારે તે ગુસ્સે ભરાય છે ત્યારે બધું જ ખેદાન – મેદાન કરી નાખે છે. મસ્તીખોર હાથીના તમે અત્યાર સુધી ઘણા બધા વીડિયો જોયા હશે, જેમાં હાથી બોલ સાથે કે માણસો સાથે મસ્તી કરતો હોય છે. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હાથી એક ગાડી સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય.

આ વીડિયો ગુવાહાટીના નારંગી સેના છાવણી વિસ્તારનો છે, જ્યાં એક જંગલી હાથી કાર સાથે રમતા જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટના મંગળવારે સાંજે બની હતી. આસામ વન વિભાગના એક અધિકારીનું કહેવું છે કે આ જંગલી હાથી નજીકના અમચાંગ વન્યજીવ અભયારણ્યમાંથી ભટકી ગયો હતો.

વીડિયોમાં હાથી કારને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના દૂર જતા પહેલા થોડીવાર માટે સેન્ટ્રો કાર સાથે રમ્યા. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ હાથી આ વિસ્તારમાં ભટકી ગયો હોય. આ પહેલા પણ ઘણી વખત હાથી જંગલમાંથી શહેરમાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં હાથી તોફાન કરતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

થોડા મહિનાઓ પહેલા એક નાનો હાથી શેરડીના ખેતરમાં ઘુસી ગયો અને ખૂબ આનંદથી શેરડી ખાવા લાગ્યો. એવામાં એક કારની ફ્લેશ લાઈટ પેલા સુંદર હાથી પર પડી. બિચારો હાથી ડરી જાય છે, તેને સમજાતું નથી કે હવે શું કરવું અને આ સંકોચમાં તે કંઈક એવું કરે છે જે કેમેરામાં કેદ થયા પછી ખૂબ જ સુંદર લાગે છે. ડરી ગયેલો નાનો હાથી ખેતરની નજીકના થાંભલા પાછળ સંતાઈ જાય છે. બસ તેનું આ કાર્ય હૃદયને સ્પર્શી જાય છે.

Niraj Patel