હાથીની આગળ જઈને ફોટોશૂટ કરાવી રહ્યું હતું કપલ, ત્યારે જ ગજરાજને આવી ગયો ગુસ્સો અને પછી કર્યું એવું કે, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

પ્રિ વેડિંગ ફોટોશૂટની અંદર એવી ઘટના કેદ થઇ ગઈ કે જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા, મંદિરમાં હાથીની આગળ કપલ કરાવી રહ્યું હતું ફોટોશૂટ, જુઓ વીડિયો

લગ્ન એ એક ખુશીનો પ્રસંગ છે અને આજના સમયના લગ્નમાં જાહોજલાલી પણ ખાસ જોવા મળતી હોય છે, તો આજે પ્રિ વેડિંગ ફોટોશૂટનો પણ ખુબ જ ક્રેઝ જોવા મળતો હોય છે. તમે ઘણા લોકોના લગ્નના પ્રિ વેડિંગ ફોટોશૂટ જોયા હશે, આવા વીડિયો સોશિયલ મીડિયામાં પણ સૌનું ધ્યાન ખેંચતા હોય છે, ત્યારે હાલ એવા જ એક પ્રે વેડિંગ ફોટોશૂટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે કેરળના ગુરુવાયુર મંદિર પરિસરમાં જ્યારે એક નવપરિણીત યુગલે હાથીને જોયો, ત્યારે તેઓએ તેને બેકગ્રાઉન્ડમાં રાખીને ફોટોશૂટ કરવાનું શરૂ કર્યું. પરંતુ આ દરમિયાન હાથી ગુસ્સે થઈ ગયો. અચાનક તે વળી ગયો અને તેની પાછળ ઉભેલા મહાવતને પગ વડે ઉપાડવા લાગ્યો. જો કે, કોઈક રીતે મહાવતનો પગ તેની પકડમાંથી સરકી ગયો અને સૂંઢ તેની લૂંગીમાં રહી ગઈ.

મહાવત કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો અને ભાગી ગયો. જ્યારે કપલ પણ સમયસર ત્યાંથી રવાના થઈ ગયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે નવેમ્બર મહિનામાં બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર jareesh_mojito દ્વારા 23 નવેમ્બરે શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 38 હજારથી વધુ વ્યૂઝ અને 1400થી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Wedding Mojito (@weddingmojito)

આ ઘટનાને લઈને વરરાજા નિખિલે જણાવ્યું કે જ્યારે લોકો અચાનક બૂમો પાડવા લાગ્યા તો દુલ્હન તેનો હાથ પકડીને ભાગવા લાગી. દંપતી પણ સમયસર ત્યાંથી ચાલ્યા ગયા. કેરળમાં મંદિરોમાં ધાર્મિક વિધિઓ માટે બંદીવાન હાથીઓનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. અને અલબત્ત, આ પહેલીવાર નથી જ્યારે હાથીના ભડકાથી મોબ લિંચિંગ થયું હોય. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel