જંગલના હાથીને આવી ગયો ગુસ્સો, રહેણાક વિસ્તારમાં આવીને મચાવી એવી ઉથલ પાથલ કે રોડ પર આવી રહેલી પીકઅપને તો… જુઓ ધ્રુજાવી દેનારો વીડિયો

રોડ પર ઉભેલા હાથીને જોઈ ચાલાકી વાપરવા ગયો પીકઅપ વાન વાળો, ત્યારે જ હાથીએ કર્યું એવું કે જેને પણ જોયું રૂંવાડા ઉભા થઇ ગયા… જુઓ વીડિયો

જંગલના પ્રાણીઓ ખુબ જ ખતરનાક હોય છે, પરંતુ હાથીને આ બધા જ પ્રાણીઓમાં સૌથી શાંત માનવામાં આવે છે. પરંતુ જયારે હાથી ગુસ્સે ભરાય છે ત્યારે જે નજારો સર્જાય છે તેની કોઈ કલ્પના પણ નથી કરી શકતું. તમે હાથીના ઘણા એવા વીડિયો જોયા હશે જેમાં હાથીએ ગુસ્સાની અંદર ઘણી ઉથલ પાથલ પણ મચાવી દીધી હોય.

ત્યારે હાલ ઇન્ટરનેટ પર એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં હાથી એક રહેણાંક વિસ્તારની અંદર ઘુસી આવે છે અને તે ખુબ જ ગુસ્સામાં પણ જોવા મળી રહ્યો છે. હાથી રોડ પર ઉભો હતો ત્યારે જ એક પીકઅપ ગાડી પણ સામેથી આવી ગઈ. ત્યારે ડ્રાઈવરે પણ ગાડીને પાછી લેવાના બદલે હાથીને ચમકો આપીને નીકળી જવાનું વિચાર્યું.

પરંતુ હાથી ગુસ્સે થઈ ગયો અને વાહનને ધક્કો મારવા લાગ્યો. ધક્કો મારીને તેણે પીકઅપને રોડની બાજુએ લઈ લીધી અને એવી ટક્કર મારી કે વાહન રોડની નીચે પટકાઈ ગયું. પણ હાથીને સંતોષ ન થયો. તેથી વાહન પલટી ગયા પછી પણ તેણે તેને જોરથી ટક્કર મારી હતી જેના કારણે પીકઅપ સ્ટન્ટ કરતું હોય તેમ આવીને સીધું ઊભું રહી ગયું હતું.  લોકો દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા.

કોઈએ તેનો વીડિયો બનાવીને શેર કર્યો છે. આ જ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જ્યારે આઈપીએસ ઓફિસર રુપિન શર્માએ તેને પોસ્ટ કરી. આ ક્લિપને અત્યાર સુધીમાં 1 લાખ 19 હજાર વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળી ચૂક્યા છે, જેને પોસ્ટ કરતી વખતે IPSએ લખ્યું “તમે મારા વિસ્તારમાં ઘર કેમ બનાવ્યું?”

Niraj Patel