ગંગાના વહેતા પાણીમાં પણ પોતાના મહાવતનો સાથ ના છોડ્યો ગજરાજે, 1 કિલોમીટર સુધી જીવ બચાવીને લઈને આવ્યો, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રાણી પ્રેમના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર પ્રાણી અને મનુષ્યના પ્રેમની એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ ભાવુક થઇ જઈએ. આજના સમયમાં જયારે માણસ એક બીજાનો સાથ નથી આપતો અને જરૂરિયાતના સમયે છેતરી જાય છે, ત્યારે પ્રાણી જ છે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ તેના મલિકનો જીવ બચાવતો હોય છે.

સોશિયલ મીડિયામાં હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક હાથી પોતાના મહાવતનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવી છે બિહારના વૈશાલીના રાઘોપુરમાંથી. જ્યાં એક હાથી તેની પીઠ પર બેઠેલા મહાવત સાથે ગંગામાં તરી રહ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મંગળવારે ગંગામાં પાણીમાં અચાનક વધારો થવાને કારણે રાઘોપુર વિસ્તારમાં હાથીની સાથે મહાવત પણ ફસાઈ ગયો હતો. તેણે હાથી સાથે ગંગા પાર કરી. ઘણી વાર હાથી પાણીની વચ્ચે ડૂબી ગયો, પણ ગંગાના અફાટ નીર વચ્ચે પણ હાથી મહાવત સાથે બીજા કિનારે પહોંચી ગયો. કહેવાય છે કે હાથી રાઘોપુરથી પટના જવા રવાના થયો હતો.

રૂસ્તમપુર નદી ઘાટથી પટના તરફ જવાનું હતું. રૂસ્તમપુર ઘાટ પર પહોંચીને જાણવા મળ્યું કે પીપા પુલ ખુલ્લો થઈ ગયો છે. અચાનક પાણી વધી ગયું અને બંને ફસાઈ ગયા. હાથીની રખેવાળી કરી રહેલા મહાવતે નદી પાર કરવાનું નક્કી કર્યું. નદીમાં પાણીના જોરદાર પ્રવાહમાં હાથી પર સવાર થઈને તે નદી પાર કરવા નીચે ઉતર્યો.

પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે હાથી લગભગ 1 કિલોમીટર સુધી તરીને આવ્યો. હાથીએ મહાવતનો સાથ ન છોડ્યો અને બંને સુરક્ષિત રીતે નદી પાર કરી ગયા. હાથી નદી પાર કરી રહ્યો હતો ત્યારે હાથીની ટોચ પર બેઠેલા મહાવતનો વીડિયો બોટમાં જઈ રહેલા લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બોટ દ્વારા નદી પાર કરતા લોકો પણ આ નજારો જોઈને ડરી ગયા હતા. જો ધારમાં સહેજ પણ ભૂલ થઈ હોત તો હાથી સાથે મહાવતનું પણ મૃત્યુ થઈ શક્યું હોત. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણી વખત હાથી પાણીમાં ડૂબી ગયો છે. જ્યારે માહુત હાથીના કાનની ટોચ પર બેઠો છે. લગભગ બે કિલોમીટર સુધી આમ કર્યા પછી, મહાવત રાઘોપુરથી પટના માટે રવાના થયા.

Niraj Patel