હાથીઓએ પોતાના બચ્ચાને આપી Z+++ સુરક્ષા, વીડિયો જોઈને તમે પણ કહેશો, “આ અભેદ કિલ્લાને કોઈ ના તોડી શકે..” જુઓ

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર પ્રાણીઓની એવી એવી હરકતો જોવા મળે છે જે ઇન્ટરનેટ સેંસેશન પણ બની જતી હોય છે. ખાસ કરીને હાથી અને તેમના મદનિયાંની ક્યૂટ ક્યૂટ અદાઓ લોકોના દિલ જીતી લેતી હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં હાથીઓનો એક અનોખો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હાથીઓ પોતાના બચ્ચાને ખાસ સુરક્ષા આપતા જોવા મળે છે.

આ વીડિયો ભારતીય વન સેવા (IFS) અધિકારી સુસાંતા નંદાએ 22 જૂને ટ્વિટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘પૃથ્વી પર હાથીઓના ટોળા સિવાય આટલું મોટું રક્ષણ કોઈ આપી શકે નહીં, આ Z+++ છે.’ આ સીન તમિલનાડુના કોઈમ્બતુરનો કહેવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ક્લિપને 4 લાખ 17 હજારથી વધુ વ્યૂઝ અને 10.3 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, સેંકડો વપરાશકર્તાઓ સતત તેમના પ્રતિભાવો આપી રહ્યા છે.

આ વીડિયો કોઈ ચાલતા વાહનમાંથી શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. લોકોને તમિલમાં વાત કરતા સાંભળી શકાય છે કે હાથી તેમની તરફ નહીં આવે, કારણ કે બચ્ચું તેમની સાથે છે. તેઓ એવું પણ કહેતા સાંભળવા મળે છે કે બચ્ચાનો જન્મ થયાને એક અઠવાડિયું થયું હશે. વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે હાથીઓનું ટોળું રસ્તા પર ચાલી રહ્યું છે. જ્યારે ટોળું એક સમયે વળાંક લે છે, ત્યારે એક બાળ હાથી તેમની વચ્ચે દોડતો જોવા મળે છે. તે ટોળાની વચ્ચે સંપૂર્ણપણે સલામત છે, અને તેથી તે આગળ વધતા પુખ્ત હાથીઓ સાથે ગતિ જાળવી રાખવા માટે થોડી વધુ ઝડપથી આગળ વધે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સના દિલને સ્પર્શી ગયો. એક યુઝરે લખ્યું – કેટલું સુંદર દ્રશ્ય. વાસ્તવમાં, હાથીઓનું બંધન એટલું મજબૂત છે કે ટોળામાં રહેલો હાથી તમામ બચ્ચાઓની માતા છે, અને તે તેના બચ્ચાનું ખૂબ રક્ષણ કરે છે. બીજી તરફ, અન્ય યુઝરે લખ્યું કે આ પોઝિટિવનો શુદ્ધ ડોઝ છે, ચિત્ર પરફેક્ટ છે. તો કેટલાકે IFS મામલે હામાં હા પાડી અને કહ્યું કે આ Z +++ સિક્યોરિટી છે.

Niraj Patel