વાયરલ

જુઓ વીડિયો, શરીર પર સાપોથી મસાજ કરતા તો જોયું જ હશે, હવે હાથી પણ કરે છે મસાજ

ઇજિપ્તના એક સ્પાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વ્યક્તિ મસાજ માટે જે વસ્તુનો ઉપયોગ કરે છે જે જોઈને અડધાથી વધુ લોકોના જીવ નીકળી ગયા છે. રોયટર્સ દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવેલો આ વિડીયોને શેર કરવામાં આવી રહ્યો છે. પીઠ પર સાપ જોઈને લોકો બોલી રહ્યા છે કે ભાઈ આ કેવા પ્રકારનું મસાજ છે. આ સ્પાના મલિક સફવત સેદકીનું માનીએ તો સપન દ્વારા કરવામાં આવેલું આ મસાજ માંસપેશીઓઅને સાંધાના દુખાવા ઓછો કરવામાં મદદ કરે છે.

આ તો થઇ સાપના મસાજની વાત. પરંતુ આ પહેલી વાર નથી કે સાપ દ્વારા મસાજ કરવામાં આવે છે. આ બીજી જગ્યા ઉપર પણ કરવામાં આવે છે. આપણે વિચારીએ છીએ કે, એવું કયું મસાજ છે. આવો જાણીએ.થાઇલન્ડમાં હાથી મસાજ એટલું જ જાણીતું છે. જેટલું સાંભળવામાં ડરામણું છે. એક હાથી હળવા હળવા વ્યક્તિની પીઠ પર પગ રાખે છે. તેથી તેની માંસપેશીઓનું દર્દ ઓછું થાય છે. હાથીને જોઈને ટેંશન થશે પરંતુ વિદેશમાં આ મસાજ ઘણું લોકપ્રિય છે.