આ વીડિયો જોયા બાદ તમે પણ બોલી ઉઠશો, બળ અને બુદ્ધિમાં હાથી જેવું કોઈ નહીં

હાથી આ ધરતી પર ન માત્ર સૌથી વિશાળ પ્રાણી છે પરંતુ સૌથી વધુ બુદ્ધિશાળી પણ છે. તે માણસોની જેમ જ પોતાના સાથીઓ સાથે વ્યવહાર કરે છે અને પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે. પોતાના પરિવાર અને બચ્ચાની સુરક્ષા માટે તે હંમેશા ટોળામાં રહેવાનું પસંદ કરે છે અને બચ્ચાને શિકારીઓના હુમલાથી બચાવવા માટે હંમેશા તેને ટોળાની વચ્ચે રાખે છે. જ્યારે પણ હાથીના ટોળામાં કોઈ સભ્યને સમસ્યા આવે ત્યારે બધા સાથે મળીને તેનો ઉકેલ લાવે છે. તે સમજદારીના મામલે બીજા પ્રાણીઓ કરતા એક ડગલું આગળ છે.

સોશિયલ મીડિયા પર આજે અમને આવો જ એક વીડિયો જોવા મળ્યો. જેમા હાથીએ કંઈક એવું કામ કર્યું જેને જોઈને બધા હેરાન રહી ગયા. આ વીડિયોને ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. હાલમાં આ વીડિયોને 7 હજારથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે. સાથે 900થી વધુ લાઈક્સ અને 100થી વધુ રિટ્વિટ પણ આ વીડિયોમાં આવી ચૂક્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક જગ્યાએ હાથી ઝાડના મોટા થડને પોતાની સૂંઢથી ઉઠાવવાની કોશીશ કરે છે.

હાથી ઝાડના થડને એવી રીતે ઉઠાવે છે જાણે કોઈ પહેલવાન મશલ્સ બનાવવા માટે મહેનત કરી રહ્યો હોય અને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યો હોય. થોડા સમય બાદ હાથી તે ઝાડના થડને ઉઠાવી લે છે અને પોતાની સૂંઢ દ્વારા ઉઠાવીને લઈ જાય છે. ત્યાર બાદ હાથી તે થડને એક જગ્યાએ ઉભેલા સિમેન્ટના થાંભલાની ઉપર તે થડને રાખવાની કોશીશ કરે છે.

હાથી ત્યાં પણ પોતાના મગજનો ઉપયોગ કરે છે અને થોડા સમયમાં જ તે થાંભલા પર ઝાડના થડનું બેલેન્સ બનાવીને ત્યાં રાખી દે છે. આ વીડિયો જોયા બાદ સમજી શકાય છે કે હાથી ન માત્ર બુદ્ધી અને તાકાતમાં સૌથી આગળ છે પરંતુ બેલેન્સ બનાવવામાં પણ તે કોઈનાથી પાછળ નથી. આ વીડિયો જોયા બાદ લોકો હાથીની બુદ્ધિમતાના ખુબ વખાણ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

YC