ગણેશ ચતુર્થીના પાવન અવસર ઉપર માતાએ પોતાના બાળક સાથે લીધા ગજરાજના આશીર્વાદ, વીડિયો જોઈને તમે પણ ખુશ થઇ જશો

ગણપતિનો મહોત્સવ 31 ઓગસ્ટથી દેશભરમાં શરૂ થઇ ગયો છે. ઠેર ઠેર ગણેશ પંડાલ પણ શણગારાયેલા પણ જોઈ શકાય છે અને ભક્તો પણ બાપ્પાના આશીર્વાદ લઈને પાવન થઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો અલગ અલગ વીડિયો શેર કરીને આ આ તહેવારની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે જ એક એવો વીડિયો પણ સામે આવ્યો છે જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળ્યા.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માતા પોતાના બાળક સાથે ગણેશ ચતુર્થીના પાવન તહેવાર ઉપર ગજરાજના દર્શન કરવા માટે ઉભી રહી રહી છે. પોતાના બાળકને કેડમાં તેડી અને માતા ગજરાજ સામે માથું ઝુકાવે છે, જેના બાદ ગજરાજ પોતાની સૂંઢ ઊંચી કરી તેમના માથા ઉપર અડકાવી તેમને આશીર્વાદ આપે છે.

આ ઈમોશનલ વાયરલ વીડિયો આઈપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પોતાના એકાઉન્ટ હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. તેને લગભગ 54 હજાર વખત જોવામાં આવ્યું છે અને 3900થી વધુ યુઝર્સ દ્વારા તેને પસંદ કરવામાં આવ્યું છે. તે જ સમયે, લગભગ 300 વપરાશકર્તાઓએ આ વિડિઓને રીટ્વીટ કર્યો છે અને ઘણા વપરાશકર્તાઓએ આ પોસ્ટ પર રસપ્રદ ટિપ્પણીઓ કરી છે.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું કે, આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિઘ્નહર્તા દરેકની પ્રાર્થના સ્વીકારે અને તમને સુખ, સમૃદ્ધિ અને સફળતાના આશીર્વાદ આપે. આ સાથે તેણે હેપ્પી ગણેશ ચતુર્થી અને ગણપતિ બાપ્પા મોર્યા હેશટેગ્સ પણ આપ્યા છે. એક યુઝરે લખ્યું, બાપ્પાએ આશીર્વાદ આપ્યા છે. હવે આ માતા અને બાળકનું જીવન સફળ થઈ ગયું છે.

Niraj Patel